spot_img

ખેતરમાં લાગેલા વીજ ટ્રાન્સમિશનથી નુકસાનીના બમણા પૈસા સરકાર ચુકવશે?

ગુજરાત રાજ્યમાં (Gujarat)ખેતરમાં નવી વીજ ટ્રાન્સમિશન (Electric Transmission) લાઈનો અથવા ટ્રાન્સમિશન ઉભા થયા હોય. ત્યાં જમીન, પાક,ફળાઉ ઝાડને થયેલા નુકસાન. મામલે સરકાર ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. સરકારે આવા નુકસાનનુ વળતર વધારાવાની નવી નીતિ જાહેર કરી છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે જાહેરાત કરી છે.

ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.૩૦/૧૨/૨૦૨૧ના ઠરાવથી કર્યો છે. સરકારના ખેડૂતોના હિતલક્ષી નિર્ણયથી ઘણાં ખેડૂતોને ફાયદો પહોંચશે.

RoW Corridor(Right of Way Corridor) (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ ખેડૂતોને વળતર પેટે જમીનના મૂલ્યના 7.5 ટકાના બમણુ એટલે કે,15 ટકા પૈસા ચુકવશે.
ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.૧૨.૦૧.૨૦૨૧ ના પરિપત્ર અને પછીના સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. તે દરો હેઠળ મળવા પાત્ર રકમ ખેડૂતો સરકાર ચુકવશે.

જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ ૧૦% વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરાશે.

જો કે સરાકરે એ પણ સ્પષ્ટતા કરી છે તે નવી નીતિની જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે. તેવી આશા સરકાર સેવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles