spot_img

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બદલાયા, 7 IAS અધિકારીની બદલી

રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ બદલાયા છે. લોચન સહેરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બન્યા છે.

લોચન સહેરા AMCના નવા કમિશનર બન્યા છે. તે 2002ની બેચના IAS અધિકારી છે. લોચન સહેરા 7 જુલાઇ 2014થી 7 મે 2016 સુધી મહેસાણાના કલેક્ટર રહી ચુક્યા છે. જ્યારે મે 2016થી 1 મેચ 2017 સુધી વડોદરા કલેક્ટર રહી ચુક્યા છે.

કોણ છે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર

ઇતિહાસ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા લોચન સહેરા વર્ષ 2002ની ગુજરાત બેચના IAS છે. રાજકોટ ખાતે 2004માં આસિસ્ટન્ટ કલેક્ટરથી સનદી સેવાની નોકરીની શરૂઆત કરી હતી. તે પછી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર બન્યા હતા, તે બાદ ભરૂચ અને બાદમાં સુરતના જિલ્લા વિકાસ અધિકારી બન્યા હતા. તે પછી બઢતી સાથે દાહોદમાં કલેક્ટર તરીકે મુકાયા હતા, તે પછી ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યૂટી વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી હતી. લોચન સહેરા અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી હતા

IAS મુકેશ પુરી જેઓ સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી હતા તેમની GSFC વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની ગાંધીનગર સચિવાલયમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. કે.સી. સંપતને સુરેન્દ્રનગર ડીડીઓ બનાવાયા છે. નવનાથ કોંડીબાને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર બનાવાયા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles