ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલુ માધાપર નામનું આ ગામ બેન્ક જમામ મામલે વિશ્વના સૌથી અમીર ગામમાંથી એક છે. 7,600 ઘર ધરાવતા માધાપર ગામમાં 17 બેન્ક છે. તમે જાણીને ચોકી જશો કે આ તમામ બેન્કમાં 92,000 લોકોના 5000 કરોડ રૂપિયા જમા છે. માધાપર કચ્છના 18 ગામમાંથી એક છે. ગામની બેન્કમાં એવરેજ દરેક વ્યક્તિના જમા 15 લાખ રૂપિયા છે.
માધાપરમાં તમામ સુવિધા
કચ્છના માધાપર આ બેન્કના ખાતાધારક યૂકે, યુએસએ, કેનેડા સહિત વિશ્વના કેટલાક અન્ય ભાગમાં રહે છે, તેમણે એક ઉદાહરણ સ્થાપિત કર્યુ છે કે કેવી રીતે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવુ અને તેને ક્યારેય ના ભૂલવુ મોટો બદલાવ લાવી શકે છે. 17 બેન્ક સિવાય, માધાપર ગામમાં સ્કૂલ, કોલેજ, ઝીલ, હરિયાળી, બંધ, સ્વાસ્થ્ય કેન્દ્ર અને મંદિર પણ છે. ગામમાં એક અત્યાધુનિક ગૌશાળા પણ છે.
લંડનમાં બનાવ્યુ માધાપર સંગઠન
માધાપર ગામના મોટાભાગના લોકો NRI છે, તેમણે દેશની બહાર રહીને કામ કર્યુ અને પૈસા કમાવીને ગામના વિકાસમાં યગદાન આપ્યુ છે અને અહી પૈસા જમા કર્યા છે. તે બાદ ગામમાં સ્કૂલ,કોલેજ, સ્વાસ્થ્ય કેન્દ્ર, મંદિર, અને ઝીલનું નિર્માણ કરાવ્યુ હતુ. વર્ષ 1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામનું એક સંગઠનની સ્થાપના કરવામાં આવી, જેનો ઉદ્દેશ્ય વિદેશમાં ગામની છબીને સારી બનાવવી અને લોકોને એક બીજા સાથે જોડવાનું હતું.
પટેલોનું ગામ છે માધાપર
માધાપર ગામમાં મોટાભાગની વસ્તી પટેલની છે. જેમાંથી 65 ટકાથી વધારે લોકો NRI છે. આ દેશની બહાર રહીને કામ-ધંધો કરે છે અને પોતાના પરિવારને પૈસા મોકલે છે. જેમાંથી કેટલાક NRI પૈસા કમાવ્યા બાદ ભારત પરત આવી ગયા અને ગામમાં પોતાનું વેન્ચર શરૂ કરી દીધુ. કૃષિ હજુ પણ માધાપરનો મુખ્ય વ્યવસાય છે અને કૃષિની ઉપજને મુંબઇ સહિત દેશના અન્ય ભાગમાં મોકલવામાં આવે છે.