રાજ્યમાં હાલમાં કોરોનાના કેસ ઘટતા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નાઇટ કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું હતું કે, આગામી 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર એટલે કે એક મહિના સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ સિનેમા હોલ તેમજ રેસ્ટોરન્ટના સમય અને ક્ષમતામાં પણ વધારો કરાયો છે. હવે સિનેમા 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે તેમજ હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
8 મહાનગરોમાં 30 ઓક્ટોબરથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. આ સાથે જ દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા, ફરવા માટે જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને થિયેટરો 100 ટકા પ્રેશકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.
નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તિઓ બોલાવી શકાશે. ઉપરાંત સ્પા સેન્ટરો નિયમ કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે ચાલુ રાખી શકાશે. લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી.