ગાંધીનગર: સોશિયલ મીડિયા પર ગુજરાતના પોલીસ કર્મીઓ ગ્રેડ પેને લઇને આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને લઇને ગુજરાત પોલીસે આદેશ જાહેર કર્યો છે. ગુજરાત પોલીસના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રેડ પે અંગે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરનારા સામે પગલા લેવાશે.
પોલીસ કર્મીઓ ગ્રેડ પે મુદ્દે ચલાવી રહ્યા છે આંદોલન
ગુજરાત પોલીસના આદેશ અનુસાર રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થા તથા સુવિધા પણ આપવામાં આવે છે. પોલીસ કર્મીઓને 7માં પગાર પંચ પ્રમાણે પગાર ઉપરાંત શનિ-રવિની રજાઓ થઇને 90 દિવસનો વધારાનો પગાર આપવામાં આવે છે. પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવી રહ્યા છે. કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભા ખાતે ધરણા પર બેઠા હતા જ્યાથી તેમની અટકાયત કરવામાં આવી હતી.