ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ, સૂરત, રાજકોટ અને ભાવનગરમાં આજે એક જ દિવસમાં એક શિક્ષક સહિત 44 વિદ્યાર્થી કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જે બાદ કોરોનાના દિશા નિર્દેશો અનુસાર સૂરતની 7 અને રાજકોટમાં 3 સ્કૂલને મળીને 10 સ્કૂલોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતુ જઇ રહ્યુ છે. એક તરફ જ્યા વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ થઇ ગયુ છે, બીજી તરફ સ્કૂલોમાં કોરોનાના કેસની સંખ્યા પણ વધતી જઇ રહી છે.
મળતી જાણકારી અનુસાર અમદાવાદની ડીપીએસ સ્કૂલમાં 1 વિદ્યાર્થી, ઉદગામ સ્કૂલમાં 3 અને મહારાજ અગ્રસેન સ્કૂલમાં 3 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાલડી વિસ્તારમાં આવેલી દામૂભાઇ શુકલ સ્કૂલના એક શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સૂરતની વાત કરીએ તો આજે અહી એક જ દિવસમાં સ્કૂલ-કોલેજના 22 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. છેલ્લા 10-15 દિવસમાં શહેરમાં 150થી વધારે વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. આ તમામ વિદ્યાર્થી સામાન્ય લક્ષણથી સંક્રમિત થયા છે, માટે આ તમામની સારવાર હોમ આઇસોલેશનમાં કરવામાં આવી રહી છે. સ્કૂલમાં કોરોના વિસ્ફોટને કારણે સૂરતની 7 સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે જ્યારે કેટલીક સ્કૂલના ક્લાસને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ છતા સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખવાને કારણે માસૂમ બાળક આ વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાની 3 સ્કૂલમાં એક જ દિવસમાં 13 વિદ્યાર્થી સંક્રમિત થવા પર ચિંતા વધી ગઇ છે. જેમાં રાજકોટ શહેરનો એક, ગોંડલનો એક અને ઉપલેટાની એક સ્કૂલ સામેલ છે. ઉપલેટાની સ્કૂલમાં ખબર પડે છે કે એક બાદ 10 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે.