દિવાળીને ધ્યાનમાં રાખતા ST નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. દિવાળી દરમિયાન મુસાફરોને વધુ તકલીફ ના પડે તે માટે વિશેષ બસ દોડાવવામાં આવશે.
એસટીમાં મુસાફરો માટે વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં દિવાળીને લઇને સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં વસતા કોઇ પણ શહેરના લોકો ગ્રુપ બુકિંગ કરાવી આપ કે દ્વાર યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે 52 સીટોનું બુકિંગ થતા એસટી બસ ઘર સુધી આવશે. આ વ્યવસ્થાનો લાભ લોકોને 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી મળશે. જેમાં ઓનલાઇન બુકિંગ પર 5 ટકા જ્યારે રીટર્ન બુકિંગ સાથે 10 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યુ છે.
એસટી નિગમે દિવાળીમાં રોજની 200થી 250 બસ વધારાની દોડાવવાનું આયોજન કર્યુ છે. અમદાવાદ,સુરત અને હેડ ક્વાર્ટર ડેપોમાં આ બસ સંચાલન થશે. વધારાની બસ સેવા 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર અને દિવાળી પછી 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી એકસ્ટ્રા બસ સેવા ચાલશે.