spot_img

ગુજરાત કાર્બન ડાયોક્સાઈડનું માર્કેટ શરુ કરનારુ પહેલું રાજ્ય બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝિરો ઇમિશન્સ શૂન્ય ઉત્સર્જન સુધી પહોચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે શરૂ કરી દીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. આ MOU ના પરિણામે કાર્બન માર્કેટના આયોજન અંગે વિચાર કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બની જશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવેમ્બર-ર૦ર૧ ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-ર૬ માં ભારતને ર૦૭૦ સુધીમાં નેટ ઝિરો ઇમિશન્સ તરફ લઇ જવાની ટેક લીધી હતી. તે અતર્ગત ભારતે ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાંચ લક્ષ્યાંકો પણ નક્કી કર્યા છે. કાર્બન ઇમિશન્સ અંદાજે 1 બિલીયન ટન સુધી ઘટાડવા માટે નવિનીકરણ ઊર્જા રિન્યુએબલ એનર્જી 50 ટકા ફાળો એનર્જી મિક્સમાં આપે છે. ગુજરાત દેશમાં સૌથી વધુ વાયબ્રન્ટ ઇકોનોમી તરીકે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો ફાળો આપનારૂં રાજ્ય છે. જો કે ગુજરાત સરકારે હવે CO2 માર્કેટ શરૂ કરવા માટે પહેલરૂપ એવા આ MOU કર્યા છે. તેના પરિણામે, અત્યાધુનિક અને સમયાનુકુલ ગ્લોબલ કલાયમેટ પોલિસીમાં ગુજરાતને આગવું સ્થાન મળતું થશે અને ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગોનો વિકાસ થશે.

આપણાને શુદ્ધ હવા મળતી થશે. ગુજરાતમાં નવા રોકાણો પણ વધુ પ્રમાણમાં આવશે અને દેશ માટે CO2 માર્કેટ ક્ષેત્રે ગુજરાત એક આગવું ઉદાહરણ અને મોડલ બનશે. ગુજરાતે સુરતમાં પાર્ટિકલ મેટર માટે વિશ્વની પ્રથમ ઉત્સર્જન ટ્રેડીંગ યોજના આ અંતર્ગતની એક પહેલ છે. આ પ્રોજેક્ટ એક મોટા પાયલોટ પ્રોજેક્ટ તરીકે ર૦૧૯માં સુરત ખાતે વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંયુકત પણે શરૂ કરવામાં આવ્યો છે. સુરતની અંદાજે ૩પ૦ જેટલી હાઇલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટનો લાભ લઇ રહી છે અને ઉદ્યોગોના ઉત્સર્જનમાં ર૪ ટકા જેટલો ઘટાડો થતાં હવાનું શુદ્ધિકરણ થયું છે. આ સફળતાને પગલે હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અમદાવાદ, વાપી, વડોદરા અને ભરૂચમાં પણ પ્રોજેક્ટ વિસ્તરણ કરી રહ્યું છે. ગુજરાતે CO2 માર્કેટ સેટ અપ કરીને પ્રધાનમંત્રીની ભારતને નેટ ઝિરો ઇમિશન્સ નેશન બનાવવાની પ્રતિબદ્ધતમાં પણ મોડેલ સ્ટેટ બનવાની નેમ સાથે આજે MOU કર્યા છે

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles