મુંબઈઃ જ્યારથી શાહરૂખ ખાનનો દિકરો ARYAN KHAN ડ્રગ કેસમાં ધરપકડ કરાઈ છે. ત્યારથી લઈને તેનુ ઘર મન્નત ખુબ જ ચર્ચામાં રહ્યુ. છે.આજે જામીન મળ્યા બાદ આર્યન ખાન મન્નતમાં પરત ફર્યો. આર્યનના સ્વાગત માટે મન્નતને શણગારવામાં પણ આવ્યો. આટલો ઝાકમઝોળ જોઈ મોટા પ્રમાણમાં ફેન્સ મન્નતની આસપાસ જોવા મળ્યા. પરંતુ આપ જાણો છો ખરેખર શાહરૂખના ઘર મન્નતનું સાચુ નામ શુ હતુ ?
આર્યન ખાન જેલમાંથી થયો મુક્ત, શાહરૂખ ખાન પોતે લેવા પહોંચ્યો
બોલીવૂડ સ્ટારના આલીશાન બંગલોમાં મન્નતનું નામ પણ શામેલ છે. મુંબઈમાં મન્નતને આઈકોનિક પ્લેસ માનાય છે. શાહરૂખ ખાનના ફેન્સ મન્નત બંગલો સામે પહોંચીને સેલ્ફી લેવાનું ક્યારે પણ ભુલતા નથી. 1997ની સાલમાં ફિલ્મ યસ બોસ ની શુટિંગ સમયે શાહરૂખ ખાને પહેલીવાર બંગલાને અંદરથી જોયો હતો. કિંગ ખાને ત્યારે જ મન બનાવી લીધું હતુ કે આ બંગલાને એક દિવસ તેઓ ખરીદીને રહેશે. એ સમયે બંગલામાં ગુજરાતી બિઝનેસ મેન નરીમન દુબાસ રહેતા હતા. 1997માં મન્નતનુ નામ VILLA VIENNA હતુ.
2001 ની સાલમાં કિંગ ખાનની બંગલાના માલિક સાથે મુલાકાત થઈ અને કિંગ ખાને બાઈ ખોરશદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી બંગલો ખરીદ્યો. શાહરૂખ ખાને વર્ષ 2001 ની સાલમાં 13.32 કરોડમાં ખરીદ્યો હતો. જેની આજની કિંમત 200 કરોડની આસપાસ છે. કિંગ ખાને બંગલો ખરીદ્યા બાદ 4 વર્ષ સુધી બંગલાનું નામ VILLA VIENNA નામથી રજીસ્ટ્રર હતો. પછી સત્તાવાર 2005ની સાલમાં તેનું નામ મન્નત રખાયુ.