દેશમાં તરૂણોને વેક્સિન આપવાની કમગીરી જોરમા ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં પણ આજ પ્રમાણે વેક્સિનેશ ચાલી રહ્યું છે, પરંતુ રાજ્યના મહાનગર એવા અમદાવાદમાં વેક્સિનેશની કામગીરી ધીમી પડી ગઇ છે. એએમસી (AMC) દ્વારા શહેરની 700 સ્કૂલોમાં 90 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, આ તમામ શાળાઓના 90 ટકાથી વધારે વેક્સિન આપવામાં આવી છે.
હાલમાં 15 થી 17 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા માટે ડીઇઓ (DEO) દ્વારા 700 શાળાઓના 1.80 લાખ વિદ્યાર્થીઓની યાદી એએમસી (AMC)ને આપવામાં આવી હતી.. જેમાંથી 1.75 લાખ બાળકોને શાળામાં જઇ વેકસીન અપાઈ છે અને જે વિદ્યાર્થીઓ વેક્સિન લેવા માટે શાળામાં હાજર નથી રહ્યા તેવા વિદ્યાર્થીઓને વેક્સિન આપવા કવાયત શરૂ કરાઇ છે.. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર 20 જેટલી સ્કૂલોને બાદ કરતાં તમામ સ્કૂલોમાં 90 ટકાથી વધુ વેક્સિનેશ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે ડીઇઓએ આપેલી માહિતી મુજબ બાળકોનું 90 ટકાથી વધુ વેક્સિનેશન પૂર્ણ થયું છે. પરંતુ સરકારે આપેલા ટાર્ગેટ મુજબ 60 ટકા જ વેક્સિનેશન થયું છે.. સરકારે 2.50 લાખ બાળકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપ્યો છે, ત્યારે ડીઇઓએ આપેલી માહિતી મુજબ 1.75 લાખ બાળકોને વેક્સિન અપાઈ છે..
અમદાવાદમાં ઝોન પ્રમાણે વેક્સિનેશનની યાદી
ઝોન વેકસીન
- મધ્ય ઝોન 55
- પૂર્વ ઝોન 150
- ઉત્તર પશ્ચિમ 202
- ઉત્તર ઝોન 140
- દક્ષિણ પશ્ચિમ. 253
- દક્ષિણ ઝોન 291
- પશ્ચિમ ઝોન 152
- કુલ 1243
ત્યારે હવે શાળા અને કોલેજોમાં ના જતા વિદ્યાર્થીઓને શોધી આગામી સપ્તાહમાં ટાર્ગેટ પૂરો કરવા એએમસીએ કવાયત કવાયત હાથ ધરી છે. સરકારે આપેલ લિસ્ટ અને ડીઇઓએ આપેલ લિસ્ટમાં મોટો ફરક હોવાથી એએમસીના આરોગ્ય વિભાગના અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે