ગુજરાતના જાણીતા ગાયક જિગ્રાએ યતિ ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
કપલે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે “ચાલો પ્રેમમાં વિશ્વાસ કરીએ! ચાલો પ્રેમમાં પડીએ! ચાલો પ્રેમમાં વધીએ. અમારા બંને પર તમારા પ્રેમની વર્ષા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
એક દિવસ અગાઉ જિગરે પોતાની સગાઈની એક તસવીર પણ ઇન્સ્ટાગ્રામ શેર કરી હતી અને લગ્ન ગીતની કળીઓ લખી હતી. દરમિયાન ફેન્સ પણ આ સમાચાર સાંભળતા રાજીના રેડ થઈ ગયા હતા અને કોમેન્ટ બોક્સમાં શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મ્યુઝિક સાથે સંકળાયેલા જિગરદાન ગઢવીને લવની ભવાઈના ગીત વ્હાલમ આવોનેથી સૌથી વધુ ઓળખ મળી હતી.
પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે. ફેન્સ તેમના ફોટોઝ પર કમેન્ટ પણ કરતા હોય છે.