ભારતીય ક્રિકટર્સ પોતાના શોખ અને વૈભવી લાઇફસ્ટાઇ માટે ખૂબ જ જાણીતા છે. ત્યારે ગુજરાતના વડોદરાનો ખેલાડી હાર્દિક પંડ્યા પણ પોતાની વૈભવી લાઇફસ્ટાઇલ માટે ઘણો ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં હાર્દિક પંડ્યાને તેના એક શોખના કારણે મુશ્કેલીઓનો સામનો કરવામાં વારો આવ્યો છે. ટી-20 વર્લ્ડકપ 2021માં ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યા બાદ હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાથી બહાર કરી દેવામાં આવ્યો છે અને હવે આ ઓલરાઉન્ડર નવી મુશ્કેલીમાં ફસાઇ ગયો છે. ખબર છે કે, પંડ્યા પાસેથી 5 કરોડ રૂપિયાની કિંમતની 2 ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે જેને એરપોર્ટ પર કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. હાર્દિક પંડ્યા પાસે 5 કરોડની આ બે ઘડિયાળોના બિલ નહોતા અને ન તો તેને ડિક્લેયર કર્યું હતું. હાર્દિક પંડ્યા ટીમની સાથે રવિવારે સ્વદેશ પરત ફર્યો છે પરંતુ તેને કસ્ટમ વિભાગે રોકી લીધો અને મોંઘી ઘડિયાળો જપ્ત કરી.
આઇપીએલ 2021 દરમિયાન આ ખેલાડીએ Phillippe Nautilus Platinum 5711 ઘડિયાળ પહેરી હતી. જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. આ પ્રકારની ઘડિયાળો દુનિયામાં ખુબ જ ઓછા લોકો પહેરે છે.
વર્ષ 2019માં પણ હાર્દિક પંડ્યાએ પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે હોસ્પિટલના બેડ પર સૂતેલો હતો અને તેના હાથમાં સોનાની ઘડિયાળ હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે હાર્દિક પંડયાનો મોટા ભાઇ ક્રૃણાલ પંડ્યા પણ મોંઘી ઘડિયાળના મામલામાં ફસાયો હતો. તેણે પણ લાખો રૂપિયાની ઘડિયાળો કસ્ટમ વિભાગની જાણકારી વિના લઇ આવ્યો હતો, જેના પછી તેને જપ્ત કરી લેવામાં આવી હતી.