spot_img

Harbhajan Singh Retirement: નિવૃત્તીની પોસ્ટમાં શુ કહ્યુ

Harbhajan Singh Retirement: નિવૃત્તીની પોસ્ટમાં શુ કહ્યુ

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ (Harbhajan sinh) એ ક્રિકેટને (Cricket) અલવિદા (Retirement) કહી દીધુ છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ભજ્જીએ રીટાયરમેંટની ઘોષણા કરી દીધી. શુક્રવારે સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતે નિવૃત્તીની જાહેરાત કરી. ભજ્જીના એકાએક આવા નિર્ણયથી તેમના ફેંસ થોડા નાખુશ છે. હરભજને 23 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા અને તમામ ફોર્મેટમાં પોતાનો ડંકો વગાડ્યો.

હરભજને શું કહ્યુ

હરભજનસિંહે નિવૃતિ પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ મારફતે કરી. જેમાં તેમણે લખ્યુ કે, તમામ સારી વસ્તુઓ પૂરી થતી રહી છે, આજે હું તે રમતમાંથી પણ વિદાય લઈ રહ્યો છુ. જેને મને જીવનમાં બધું જ આપ્યુ, હું તે તમામ વ્યક્તિઓનો આભાર માનું છુ, જેમને મારી 23 વર્ષની લાંબી યાત્રાને યાદગાર બનાવી, સૌનો આભાર.

રીટર્નના તમામ દરવાજા બંધ થતાં લીધો નિર્ણય

હરભજનસિંહ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટેના તમામ રસ્તા બંધ જેવા જ હતા. પરંતુ અંતમાં તેમને આગળ પણ આશા ન હોવાથી નિવૃત્તિ જાહેર કરી દીધી. તેમનું IPL કરિયર પર પૂર્ણતાના આરે જ હતુ. છેલ્લી આઈપીએલમાં પણ તેમણે ફક્ત ત્રણ જ મેચ રમવા મળી હતી. આવી સ્થિતિમાં તેમની માટે ફક્ત સંન્યાસ લેવો સારો રસ્તો બચ્યો હતો. ભારત માટે તેણે પોતાની છેલ્લી ઈંટરરનેશનલ મેચ વર્ષ 2016ની સાલમાં યુએઈ સામે એશિયા કપમાં રમ્યા હતા.

નવા અવતારમાં જોવા મળી શકે છે ભજ્જી

હરભજનસિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જો કે હવે અપેક્ષા એવી પણ છે કે આગામી આઈપીએલમાં તેઓ કોઈ ટીમના કોચ અથવા તો મેંટર તરીકે જોડાઈ જાય. ભજ્જી છેલ્લી આઈપીએલમાં કોલકત્તા રાઈડર્સ ટીમ સાથે જોડાયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles