ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની રૂપિયા પાંચ કરોડની બે ઘડિયાળને મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવી હોવાના સમાચાર વહેતા થયા બાદ હાર્દિક પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે સોશિયલ મીડિયા પર નિવેદન આપતા કહ્યું કે આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા નથી પરંતુ આશરે 1.5 કરોડ છે
નોંધનીય છે કે T20 વર્લ્ડકપ રમીને હાર્દિક પંડ્યા યુએઈથી ભારત પરત ફરી રહ્યો હતો. ત્યારે મુંબઈ એરપોર્ટ પર તેણે ખરીદેલી ઘડિયાળની કિંમત જણાવી હતી. હાર્દિકે એક નિવેદનમાં કહ્યું કે આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા નથી પરંતુ આશરે 1.5 કરોડ છે. મેં સામેથી જ કસ્ટમ વિભાગને મારી ખરીદેલી વસ્તુઓ અંગે માહિતી આપી હતી અને તેના માટે જરૂરી એવી કસ્ટમ ડ્યૂટી ભરવાની તૈયારી દર્શાવી હતી.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
હાર્દિકે વધુમાં કહ્યું કે મેં ઘરીદેલી ઘડિયાળ સહિતની ચીજો કાયદેસર ખરીદી છે અને તેના જરૂરી તમામ પુરાવા મારી પાસે છે. હું આ ઘડિયાળ માટે જે કસ્ટમ ડ્યૂટી ભરવી પડે તેના માટે હું તૈયાર છું. હું દેશી એજન્સીઓને આદર આપું છું અને કાયદાથી બંધાયેલો નાગરિક છું.
મારી ઘડિયાળ જપ્ત કરવામાં આવી હોવાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થયા છે જે પાયા વિહોણા છે. આ અંગે મુંબઈ કસ્ટમનો પણ મને યોગ્ય રીતે મળ્યો છે. હું પણ મારા તરફથી તમામ સહયોગ આપવાની ખાત્રી આપું છું.