spot_img

ટીમ ઇન્ડિયામાંથી હાર્દિક પંડ્યાનુ પત્તુ કપાયું? આ ખેલાડી બન્યો રોહિતનો ફેવરેટ

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરિઝ ધમાકેદાર સ્ટાઈલમાં જીતી લીધી છે. આ શ્રેણીમાં તમામ બેટ્સમેન અને બોલરોએ શાનદાર રમત દેખાડી હતી. હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ખેલાડીએ બોલ અને બેટથી શાનદાર રમત દેખાડી જેના કારણે હાર્દિકની જગ્યા જોખમમાં જોવા મળી રહી છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. તેને ન્યૂઝીલેન્ડ સામેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. T20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન ખૂબ જ સામાન્ય રહ્યું હતું. હાર્દિક પોતાની ઈજાઓથી પણ પરેશાન છે. બીજી તરફ, અય્યર ઘાતક બોલિંગની સાથે સાથે ઉત્તમ બેટિંગમાં પણ નિષ્ણાત છે.

KKRના સ્ટાર ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વેંકટેશે ત્રીજી T20 મેચમાં 3 ઓવરના ક્વોટામાં 12 રન આપીને 1 વિકેટ લીધી, તે ખૂબ જ કંજુસ બોલર સાબિત થયો. તેણે બેટિંગમાં પણ પોતાનો પરચો બતાવ્યો. તેણે 15 બોલમાં 20 રનની ઇનિંગ રમી જેમાં 1 ધમાકેદાર સિક્સર સામેલ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યું છે કે વેંકટેશને સીરિઝમાં પોતાની પ્રતિભા બતાવવાની વધુ તક મળી નથી. રોહિતની વેંકટેશની બોલિંગથી ખુશ દેખાતો હતો. જો વેંકટેશ અય્યરને આવનારી મેચોમાં રમવાની તક આપવામાં આવે તો તે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે.

KKR તરફથી રમતા વેંકટેશ ઐયર ખતરનાક બેટિંગ અને ઘાતક બોલિંગમાં માહેર છે. KKRને IPL 2021ની ફાઇનલમાં લઈ જવામાં તેની મોટી ભૂમિકા હતી. વેંકટેશ અય્યરે IPL 2021ની 10 મેચોમાં 370 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. આ પર્ફોર્મન્સ માટે તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લાંબી સિક્સર મારવાની ઐયરની કળાથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે.

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles