ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો આપી રાજીનામુ આપનારા હાર્દિક પટેલે તેમણે લઇને ચાલી રહેલી અટકળો પર પ્રથમ વખત જવાબ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ કે તે ભાજપમાં સામેલ નથી થયા અને ના તો તેને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કર્યો છે.
ભાજપમાં સામેલ થવાની અટકળ
કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હાર્દિક પટેલને લઇને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે તે જલ્દી ભાજપમાં સામેલ થઇ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં હાર્દિક પટેલે આર્ટિકલ 370, રામ મંદિર અને સીએએ-એનઆરસીનો ઉલ્લેખ કર્યો છે, તેનાથી તેમની ભાજપમાં જવાની સંભાવનાઓ હતી. જોકે, અત્યારે આ વાતનો ઇનકાર કર્યો છે કે તે ભાજપમાં જવાના છે.