spot_img

હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યુ, ભાજપમાં જવાના સંકેત

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાર્ટી છોડી દીધી છે, તેમણે પાર્ટીના તમામ પદ અને પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપ્યુ છે. પાટીદાર નેતાએ ખુદ ટ્વીટ કરીને તેના વિશે જાણકારી આપી હતી. હિન્દી,અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલા પોતાના રાજીનામાનો પત્ર ટ્વીટ કરતા હાર્દિક પટેલે લખ્યુ, આજે હું હિમ્મત કરીને કોંગ્રેસ પાર્ટીનો પદ અને પાર્ટીની પ્રાથમિક સભ્યતાથી રાજીનામું આપુ છુ. મને વિશ્વાસ છે કે મારા નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનુ છુ કે મારા આ પગલા બાદ હું ભવિષ્યમાં ગુજરાત માટે સાચે જ સકારાત્મક રીતે કામ કરી શકીશ.

કોંગ્રેસીઓ પર લગાવ્યો હતો ખુદને કિનારે કરવાનો આરોપ

હાર્દિક પટેલ લાંબા સમયથી પાર્ટીથી નારાજ હતો અને સતત રાજ્યના નેતાઓ અને હાઇકમાન પર સવાલ ઉભા કરી રહ્યો હતો. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કેટલાક મહિના બાકી છે અને તે પહેલા હાર્દિક પટેલના રાજીનામાએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે. હાર્દિક પટેલે કહ્યુ હતુ કે તે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જરૂર બન્યા છે પરંતુ તેમણે કોઇ જવાબદારી આપવામાં નથી આવી અને સતત નેતા તેમણે કિનારે લગાવવામાં લાગેલા છે. હાર્દિક પટેલે રાજ્યના નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તે ઇચ્છે છે કે હું કોંગ્રેસ છોડી દઉં. હાર્દિક પટેલનું કહેવુ છે કે કોંગ્રેસ રાજ્યમાં નબળી છે અને ચૂંટણી જીતવાની સ્થિતિમાં જોવા મળતી નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles