ગાંધીનગરઃ ગુજરાતમાં નવી સરકાર તો બની ગઈ અને ઘણાં યુવા મંત્રીઓને પણ ખાતાની ફાળવણી થઈ ગઈ છે, અત્યારે મંત્રીઓ જ્યાં પણ જાય છે ત્યાં પોતાની કોઈ ખામી હોય તેનો નિખાલસતાથી કબુલાત કરી રહ્યા છે,આવુ જ વડોદરાના શહેર પોલીસના SHE TEAM APP કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કબુલાત કરી હતી, હર્ષ સંઘવીના નામે સૌથી ઓછી ઉંમરે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી બનવાનો રેકોર્ડ છે.
વડોદરામાં SHE TEAM ની એપ્લિકેશન કાર્યક્રમમાં નિખલાસતાથી કબુલાત કરી કે હુ ઓછુ ભણેલો છુ એટલે જેનાથી લોકો સોશ્યલ મીડિયા પર મારી ખુબ જ ટીકા કરે છે. ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી ફક્ત 8 ધોરણ પાસ છે જેનુ મુખ્ય કારણ તેમના પિતાના વ્યવસાયમાં તેઓ જોડાઈ ગયા હતા, જેના કારણે તેઓ આગળનુ એજ્યુકેશન લઈ શક્યા નથી.
વડોદરાના પોલીસના કાર્યક્રમમાં જ ગૃહરાજ્ય મંત્રીએ ટ્રાફિક પોલિસને વિનંતી કરી કે ક્યારેક કોઈ વ્યક્તિ ટ્રાફિક નિયન ભંગ કરે કે પછી કોઈ વ્યક્તિ માસ્ક પહેરવાનું ભુલી જાય તો તેની સાથે રીઢા ગુનેગારની જેમ અને મેમો આપવો જ છે તે પ્રકારે વર્તન વર્તન ન કરતાં શાતિ વ્યક્તિ સાથે ગુજરાતનો વ્યક્તિ છે તે પ્રકારે સંવેદનાથી વર્તન કરજો. ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ હતુ કે આગામી સમયમાં પોલીસ વિભાગમાં જે કોઈપણ ભરતીઓ થશે તેમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે કરાશે, ભલે પછી તેમાં લોકો તેમની ટીકા કરે.