ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાંથી દોરીથી ઘાયલ થવાના કે દોરીથી મૃત્યુ નિપજવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે નડિયાદમાંથી વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદમાં એક નવ વર્ષનો બાળક પતંગ પકડવા માટે દોડ્યો અને તેના શરીરમાંથી 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ કરંટ પસાર થઇ ગયો. સદનસીબે બાળકનો જીવ બચી ગયો અને તે આજે સ્વસ્થ છે.
ઉત્તરાયણ પહેલાં નડિયાદમાં બનેલી અજીબોગરીબ ઘટનાની વાત કરીએ તો, નડિયાદમાં રહેતા 9 વર્ષનો હયાન મકાનની અગાસી ઉપર પતંગ ચગાવી રહ્યો હતો અને પતંગ કપાવાથી તે તેને પકડવા માટે દોડ્યો હતો અને આજ સમયે તે વાયરની નજીક જતા તેને 11,000 વોલ્ટનો હાઇવોલ્ટેજ કરંટ લાગ્યો હતો, કરંટ લાગતાં જ હયાન છ થી સાત ફૂટ ઊંચો હવામાં ફંગોળાઇને દૂર પટકાયો હતો. 11 હજાર વોટનો કરંટ શરીરમાંથી પસાર થવાના કારણે હયાનના મોટાભાગના અંગો ફેઈલ થઈ ગયા હતા હયાનનું હૃદય માત્ર 5 થી 10 ટકા જ પંપીંગ કરતુ હતુ, તો તેના ફેફસા અત્યંત નાજુક થઈ ગયા હતા તેમાંથી સતત લોહી આવી રહ્યું હતું. મગજ ઉપર ખુબ જ સોજો આવી ગયો હતો. હયાનને સતત ખેંચ આવી રહી હતી. હાઇવોલ્ટેજ કરંટને કારણે હયાનના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા. કિડની અને લીવર જેવા મહત્વના અંગોને પણ ઘણું નુકસાન થયું હતું. પરંતુ ડોક્ટરનોની મહેનતે અને કુદરતના કરિશ્માએ હયાનને સ્વસ્થ કરી દીધો છે. લગભગ 12 દિવસની સતત મહેનત બાદ હયાનને કોઈપણ ખોડખાંપણ વિના હસતા મુખે હોસ્પિટલમાંથી રજા અપાવામાં આવી છે, ત્યારે અમારી AbtakGujarat ના તમામ વાંચકોને અપીલ છે કે તમે સુરક્ષીત રહો અને તમારા બાળકને પણ સુરક્ષીત રાખો.