spot_img

સતત ત્રીજા દિવસે અમદાવાદમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો.રવિવારે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતા. શહેરમાં 3 દિવસમાં 6 ઈંચ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. આજે પણ 1 કલાકમાં સતત બે ઈંચ વરસાદ પડ્યો હતો.આમ છેલ્લા 3 દિવસમાં 7 ઈંચ જેટલા વરસાદ સાથે શહેરમાં સીઝનનો 20 ટકા વરસાદ થઈ ગયો છે.

​અમદાવાદમાં એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં ઓઢવ, વિરાટનગર, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, કોતરપુર, સરદારનગર, નોબલનગર, મણિનગર, કાંકરિયા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જ્યારે ચાંદખેડા, પાલડી, વાસણા, રામોલ , કઠવાડા,મેમકો, નરોડા, ગોતા, નિકોલ, થલતેજ, બોડકદેવ, જમાલપુર, શાહપુર, શાહીબાગમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.

થલતેજ, કેશવબાદ, વેજલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું.

રાજ્યમાં હજુ સુધી 10.19 ઈંચ સાથે મોસમનો સરેરાશ 30.47 ટકા વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં કચ્છ મોખરે હોય છે. પરંતુ આ વખતે અત્યાર સુધીની સ્થિતિ અલગ છે. કચ્છમાં મોસમનો સૌથી વધુ 56 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 18.41 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 1992થી 2021ની સરેરાશ જોવામાં આવે તો ચોમાસા દરમિયાન 17.95 ઈંચ વરસાદ પડતો હોય છે, જેની સરખામણીએ આ વર્ષે 10.23 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

સૌરાષ્ટ્રમાં મોસમનો 37.62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 35.90 ટકા વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં 5.39 ઈંચ સાથે મોસમનો 19.06 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 5.82 ઈંચ સાથે મોસમનો 18.41 ટકા વરસાદ નોંધાયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles