શિયાળામાં ઋતુમાં સ્કિનની સાથે સાથે માથાના વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આપણે સ્કિન સુધારા માટે ઘણાં પ્રયત્નો અને અલગ અલગ ક્રિમનો ઉપયોગ કરીએ છીએ. પણ વાળ માટે એટલી જહેમત ઉછાવતા નથી. જો એ ફક્ત શિયાળાના કારણે વાળ બગડે છે. તેવું પણ કહેવુ અતિશય યોક્તિ કહેવાય. ઘણી વખત ખરાબ જીવનશૈલી, ખોટો આહાર, પ્રદૂષણ અને હોર્મોનલ સમસ્યાઓના કારણે વાળની શુષ્કતા વધી જાય છે. ત્યારે અમે તમને ઘરગથ્થુ ઉપચારોમાં કહીશું જેનાથી તમે તમારા માથાના વાળનો પણ સુધારો કરી શકો છો.
શિયાળામાં માથાના વાળને હેલ્ધી રાખવા માટે આટલું કરો.
1.એક બાઉલમાં 1 ચમચી શેમ્પૂ, એરંડાનું તેલ, ગ્લિસરીન અને એપલ સાઇડર વિનેગર ભેળવો. ગાઢુ મિશ્રણ તૈયાર થાય એટલે તેને વાળ પર અને માથા પર લગાવો. મિશ્રણ લગાવ્યા બાદ 10-20 મિનિટ માટે રહેવા દો અને હળવા શેમ્પૂથી ધોઈ લો.
2.એક કેળું, 1 ચમચી ઓલીવ ઓઈલ લો. સાથે સાથે 1 ચમચી એલોવેરા જેલ લો. આ ત્રણેયને વસ્તુને મિશ્ર કરી ગાટ્ટી પેસ્ટ બનાવો. હવે તેને તમારા વાળ અને માથા પર લગાવો, અડધો કલાક રાખી તેને હુંફાળા પાણી અને શેમ્પૂથી ધોઈ નાંખો.
માથાના ભાગે શુષ્કતા કાબુમાં રાખવા શું કરશો?
શિયાલામા વાળ અને ખોપરી નિયમિતપણે તેલ લગાવતું રહેવું જોઈએ. શિયાળાના કારણે વાળ અને ખોપરી ઉપરની ચામડીની શુષ્કતા વધી જાય છે. લવંડર અને રોઝમેરી આવશ્યક તેલના 2 ટીપાં સાથે ઓર્ગેનિક એરંડા તેલ મિક્સ કરો અને તેનો ઉપયોગ કરો અને વધુ સારા પોષણ માટે તમારા વાળના મૂળમાં માલિશ કરો. આવું કરવાથી તમારા વાળ તેલ શોષી લેશે. જેનાથી તમારા માથું શુષ્ક નહી રહે.
શિયાળામાં વાળ ખરવાની સમસ્યાથી કેવી રીતે જીતશો
ઠંડીની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. તેવા કિસ્સામાં ચોખાના પાણીનો ઉપયોગ કરી સમસ્યાનો સામનો કરી શકાય. ચોખાના પાણીમાં એમિનો એસિડ, વિટામિન બી, વિટામિન ઇ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. ચોખાને રાંધતી વખતે થોડું વધારે પાણી ઉમેરો. જ્યારે ચોખા ઉકળવા લાગે ત્યારે વધારાનું પાણી કાઢી લો. આ પાણીનો ઉપયોગ તમે વાળ માટે કરી શકો છો.
શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાથી કઈ રીતે છુટકારો મેળવશો
ડેન્ડ્રફ સામે લડવા માટે તમારા વાળ સાફ રાખો. તમે હોમમેઇડ માસ્કનો ઉપયોગ કરી શકો છો. બે ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી બીજની પેસ્ટ બનાવી લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને માથા પર લગાવો. તેને અડધો કલાક રહેવા દો. પછી વાળને હળવા શેમ્પૂ અથવા હર્બલ શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
નારિયેળનું દૂધ સ્વસ્થ વાળ માટે સ્વસ્થ કુદરતી ઘટક છે. આ માટે નારિયેળના દૂધમાં એક લીંબુનો રસ અને લવંડર આવશ્યક તેલના 4-5 ટીપાં મિક્સ કરો. તેને વાળમાં લગાવો. તેને 4-5 કલાક માટે રહેવા દો અને પછી ધોઈ લો.