ઓસ્ટ્રેલિયામાં સફાઈ કર્મચારીઓને બમ્પર પગાર મળી રહ્યો છે. તેની પાછળનું કારણ દેશમાં સ્વચ્છતા કર્મચારીઓનો અભાવ છે. ઘણી કંપનીઓ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે, આ કંપનીઓએ કર્મચારીઓનો પગાર એક કલાક વધારવાની જાહેરાત કરી છે.
નવા પગાર મુજબ, કોઈ અનુભવ વિના સફાઈ કામ શરૂ કરનાર વ્યક્તિ દિવસમાં 8 કલાક, અઠવાડિયામાં 5 દિવસ કામ કરીને વાર્ષિક 72 લાખ રૂપિયા કમાઈ શકે છે. જ્યારે અનુભવના આધારે પગાર વધી શકે છે અને સફાઈ કામદારોનો વાર્ષિક પગાર 1 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. એટલે કે દર મહિને લગભગ 8 લાખ 33 હજાર રૂપિયા પગાર મળી શકે છે.
Dailytelegraph.com.au ના અહેવાલ મુજબ, સિડની સ્થિત સફાઈ કંપની એબ્સોલ્યુટ ડોમેસ્ટિક્સના મેનેજિંગ ડિરેક્ટર જો વેસે કહ્યું કે કર્મચારીઓ ન મળવાના કારણે સફાઇ કર્મચારીઓનો પગાર વધારવો પડશે. તેમણે કહ્યું કે સફાઈ કામદારોનો પગાર એક કલાક માટે વધારીને લગભગ 3600 રૂપિયા ($45) કરવામાં આવ્યો છે.
જો વેસે જણાવ્યું કે 2021ના મધ્યથી સફાઇ કર્મચારીઓ શોધવા મુશ્કેલ છે. 9 મહિના પહેલા પ્રતિ કલાકનો રેટ 2700 રૂપિયાની આસપાસ હતો. છેલ્લા ત્રણ અઠવાડિયાથી પ્રતિ કલાક 3500 રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. જૉએ કહ્યું કે પૈસા વધવા છતાં તે કર્મચારીઓને મેળવી શકતો નથી.
ઘણી કંપનીઓએ પગાર વધારાની જાહેરાત કરી છે
કર્મચારીઓની અછતનો સામનો કરી રહેલી અન્ય ઘણી કંપનીઓએ પણ સફાઈ કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અર્બન કંપની પહેલા કર્મચારીઓને કલાકના 2700 રૂપિયા આપતી હતી, પરંતુ હવે તેણે 3100 થી 4300 રૂપિયા પ્રતિ કલાક આપવાની જાહેરાત કરી છે.
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેઓ પ્રતિ કલાક 4700 રૂપિયા ચૂકવવા પણ તૈયાર છે. આવી સ્થિતિમાં સફાઈ કામદારો એક વર્ષમાં 98 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. બારી અને ગટર સાફ કરતી કંપની ‘ગટર બોય’ વાર્ષિક 82 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર છે.