ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ સક્રિય જોવા મળી રહી છે. હર્ષ સંઘવીના ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ ગુજરાત પોલીસે દરિયાકાંઠા વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યુ છે. આ ડ્રગ્સને ઝડપવા પાછળ ગુજરાત એટીએસના એક અધિકારીનો મોટો ફાળો રહ્યો છે. આ અધિકારી બીજુ કોઇ નહી પણ ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુકલા છે.
હિમાંશુ શુકલાની આગેવાનીમાં છેલ્લા 5 વર્ષમાં 1323 કરોડ 27 લાખ 90 હજાર 941 રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે. ગુજરાતના આવા અધિકારીએ ટેરર મોડલની સાથે સાથે ડ્રગ્સના દૂષણને ખતમ કરવાનું પણ બીડુ ઝડપ્યુ છે. અબતક ગુજરાત આવા જાંબાઝ અધિકારીને સલામ કરે છે.