દુબઈના એક યૂટ્યૂબરે ઈતિહાસ રચી દીધો, 12 દિવસ બંધ ગ્લાસમાં બેસી લાઈવ સ્ટ્રીમિંગ કર્યું અને 82 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. દુબઈના 21 વર્ષીય યુ-ટ્યૂબર સ્ટાર અબોફ્લાહે ભયાનક ઠંડીનો સામનો કરી રહેલા જોર્ડન, લેબેનોન અને ઈરાક જેવા દેશોના શરણાર્થીઓને ભોજન આપવા મોટી પહેલ કરી. તેણે બુર્જ પાર્કમાં 12 દિવસ સુધી કાચના બોક્સમાં રહીને તેનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું અને 1.1 કરોડ ડૉલર એટલે કે આશરે 82 કરોડ રૂપિયાની કમાણી કહી હતી. આ રકમથી શરણાર્થી પરિવારોને ભોજન, ગરમ કપડાં જેવી મદદ કરશે. સીરિયા અને ઈજિપ્તમાં નબળા વર્ગના લોકોને પણ મદદ પહોંચાડાશે.
અબોફ્લાહ ડાઉન દુબઈમાં 7 જાન્યુઆરીએ કાચના બોક્સમાં બંધ થયો હતો. તેમનું લક્ષ્ય આ ખેલનું લાઈવ સ્ટ્રીમિંગ કરીને 1 કરોડ ડૉલર ભેગા કરવાનું હતું. લક્ષ્ય પૂરું થતાં જ બુધવારે રાત્રે તે કાચના બોક્સમાંથી બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન તેમણે 2.37 કરોડથી વધુ ફોલોઅર સાથે પોતાના અનુભવો પણ શેર કર્યા, જેથી દુનિયાના 1,54,789 લોકો દાન આપવા પ્રેરાયા હતા. અબોફ્લાહનું અસલી નામ હસન સુલેમાન છે. તે કહે છે કે, શરૂઆતમાં લાગતું હતું કે, આ લક્ષ્ય હાંસલ કરવામાં ત્રણ સપ્તાહનો સમય થઈ જશે, પરંતુ આ કામ 12 દિવસમાં જ પૂરું થઈ ગયું હતું. 268 કલાક, 14 મિનિટ, 20 સેકન્ડ સુધી ચાલેલા સૌથી લાંબા લાઈવ સ્ટ્રીમિંગમાં અબોફ્લાહે બે ગિનીસ રેકોર્ડ પણ બનાવ્યા છે. પહેલો- સૌથી લાંબું લાઈવ સ્ટ્રીમિંગ અને યુ-ટ્યૂબ પર ચેરિટી માટે સૌથી વધુ 6,89,000થી પણ વધુ દર્શક. તેમણે ચીનમાં ચોંગકિંગ ચાંગન ઓટોમોબાઈલ કંપનીની 259 કલાક, 46 મિનિટ અને 45 સેકન્ડ લાંબા લાઈવ સ્ટ્રીમિંગનો રેકોર્ડ તોડ્યો છે