ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં મેયર તરીકે હિતેષ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી પછી પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામ નક્કી થવાના છે. હિતેષ મકવાણા વોર્ડ નંબર-8ના કોર્પોરેટર છે.
ગાંધીનગરને પ્રથમ અઢી વર્ષ અનુસુચિત જાતિમાંથી આવતા મેયર મળ્યા છે જેમાં હિતેષ મકવાણા અને ભરત દિક્ષિતનું નામ મેયર પદ માટે ટોપ પર હતુ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ઉમેદવારને સ્થાન મળી શકે છે જેમાં જશુ પટેલ અને મહેન્દ્ર દાસનું નામ ચર્ચાઇ રહ્યુ છે.
44 બેઠક ધરાવતી ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના 41 સભ્ય છે. પ્રથમ વખત સ્પષ્ટ બહુમતિ સાથે ગાંધીનગરમાં ભાજપનું બોર્ડ બન્યુ છે. ભાજપ તરફથી નવા મેયર તરીકે હિતેષ મકવાણાનું નામ મુકવામાં આવ્યુ હતુ જેને મંજૂરી મળી ગઇ છે. હિતેષ મકવાણા પ્રથમ અઢી વર્ષ માટે ગાંધીનગરના મેયર બનશે. હિતેષ મકવાણા પૂર્વ સંસદીય સચિવ પૂનમ મકવાણાના પુત્ર છે.