spot_img

PM MODI: સ્વતંત્રતા બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે અનેક મહાન વ્યક્તિત્વના યોગદાનને ભૂસવાનું કામ થયું

દેશમાં રવિવાર એટલે કે 23મી જાન્યુઆરીથી ગણતંત્ર પર્વની શરૂઆત થઇ ગઇ છે.  ત્યારે રવિવારે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ઈન્ડિયા ગેટ પરથી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં હતું. આ અનાવરણ કાર્યક્રમ દમિયાન વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યું કે દેશની આઝાદીમાં જેમના બલિદાન હતા તેવા મહાનુભાવોના યોગદાનને ભૂસવાનો જે પ્રયાસ આગળની સરકારો દ્વારા કરવામાં આવ્યો છે, તેને સુધારવાના કામમાં લાગ્યો છું.

રવિવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પ્રસંગે ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.  આ પ્રસંગે તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અમિત શાહે કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા આવનારી પેઢીઓને પરાક્રમ, દેશભક્તિ અને બદિલાનની પ્રેરણા આપશે. તે કરોડો લોકોની ભાવનાની અભિવ્યક્તિ હશે. વધુમાં PM મોદીએ કહ્યું કે આ સમય ઐતિહાસિક છે. આ સ્થળ કે જ્યાં આપણે ઉપસ્થિત છીએ તે એક ઐતિહાસિક છે. આ કમનસીબ વાત છે કે સ્વતંત્રતા બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે અનેક મહાન વ્યક્તિત્વોના યોગદાનને ભૂસવાનું કામ થયું છે. આજે આઝાદી મળ્યાના દાયકાઓ બાદ દેશ આ ભૂલોને મજબૂતપણે સુધારી રહ્યો છે. આજે આપણે ઈન્ડિયા ગેટ પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. નેતાજીની ભવ્ય પ્રતિમા ડિજીટલ સ્વરૂપમાં ઈન્ડિયા ગેટ પર સ્થાપિત થઈ રહી છે. ટૂંક સમયમાં તેની જગ્યાએ ગ્રેનાઈટની વિશાળ પ્રતિમા લાગશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles