spot_img

આ સાત ઘરેલુ ટીપ્સ તમને પરસેવાની દુર્ગંધથી આપશે છૂટકારો, જાણો એક ક્લિક પર

હાલમાં દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે.. લોકો ગરમી અને લૂના કારણે ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે. ત્યારે આવી અંગ દજાડતી ગરમીમાં પરસેવો થવો સ્વાભાવિક છે, પરંતુ આ પરસેવાની દુર્ગંધ ઘણી વખત તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ઘણી વખત તમારી દુર્ગંધના લીધે લોકો તમારાથી અંતર બનાવવાનું પસંદ કરે છે. ત્યારે પરસેવાની આ દુર્ગંધને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચાર ઘણો જ ફાયદાકારક નિવળી શકે છે. આજે અમે તમને સાત ટીપ્સ આપીશુ જે તમારા પરસેવાની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરશે.

  • ટામેટા

ટામેટાંનો રસ કાઢીને તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને પછી તેને બગલમાં લગાવો અને સુકાઈ જવાની રાહ જુઓ. લગભગ 15 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.

  • લવંડર તેલ

લવંડર તેલનો ઉપયોગ ઘણી બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે, પરંતુ તમે તેનો ઉપયોગ અંડરઆર્મ્સની દુર્ગંધને દૂર કરવા માટે પણ કરી શકો છો, જેના પરિણામો ટૂંક સમયમાં દેખાશે.

  • ખાવાનો સોડા

ખાવાનો સોડા અને લીંબુના રસનો ઉપયોગ ઘણી વસ્તુઓ સાફ કરવા માટે થાય છે. આ બંને વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને અંડરઆર્મ્સમાં લગાવો. આ બગલના તમામ બેક્ટેરિયાને મારી નાખશે.

  • બટાકા

પરસેવાની દુર્ગંધને દૂર કરવામાં બટાકા તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ માટે બટાકાને સ્લાઈસમાં કાપી લો અને પછી તેને તમારી બગલમાં ઘસો. તમને તેની અસર જલ્દી જ અનુભવાશે.

  • નાળિયેર તેલ

પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવામાં નારિયેળ તેલ પણ રામબાણ ઉપાયથી ઓછું નથી. આ તેલને અંડરઆર્મ્સ પર મસાજ કરો અને અડધા કલાક સુધી રહેવા દો, પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

  • એલોવેરા જેલ

એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને બગલની આસપાસ લગાવો અને પછી ધોઈ લો, જલ્દી જ તેની અસર દેખાશે.

  • એપલ વિનેગર

એપલ સીડર વિનેગરને એપલ સીડર વિનેગર પણ કહેવામાં આવે છે. તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ અંડરઆર્મ્સની દુર્ગંધને દૂર કરી શકે છે. તેને થોડીવાર માટે રહેવા દો અને પછી ધોઈ લો.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles