દેશમાં એક તરફ પેટ્રોલ-ડિઝલ અને CNG છે ત્યારે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. ત્યારે એવામાં હવે ટુ વ્હિલર બનાવતી ભારતની કંપની હોન્ડા પણ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લવવા જઇ રહી છે. વર્ષ 2023 સુધીમાં હોન્ડા કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં આવી શકે છે.. હાલમાં કંપની ભારતીય બજાર માટે સંપૂર્ણપણે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર વિકસાવશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાલના ઇલેક્ટ્રિક સ્કૂટરનું જ વેરિઅન્ટ ભારતીય બજારોમાં લોન્ચ કરશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા હાલમાં ભારતમાં Benly ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ કરી રહી છે અને આ સ્કૂટરને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)માં પણ સ્પોટ કરવામાં આવ્યું હતું. Honda જાપાનમાં Benly ઇલેક્ટ્રિક સ્કૂટરના 4 અલગ અલગ મોડલ આપે છે. અલબત્ત, ઇલેક્ટ્રિક સ્કૂટર્સની રેન્જ મુખ્યત્વે B2B અને B2C બંને સેગમેન્ટમાં વધુને વધુ રેન્જ માટે છે. જેથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સને પાવર આપવા પાવરટ્રેઇન અને હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
કંપની દ્વારા Benly ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર આગામી હોન્ડા Activa ઇલેક્ટ્રિક સ્કૂટરનો પાયો નાખશે તેવું માનવું અતિશયોક્તિ નથી. આ ઉપરાંત હોન્ડા પાસે તેના ઇન્ટરનેશનલ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પણ છે. ત્યારે હવે જોવુ એ રહ્યું કે કંપની ક્યારે પોતાના ઇવી ભારતીય બજારોમાં લોન્ચ કરે છે.