મનોરંજન જગતના રોજબરોજના સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. આ લીસ્ટમાં બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા પણ સામેલ છે, ઇશા ગુપ્તા થોડા દિવસ પહેલાં જ કોરોના પોઝિટીવ આવી હતી અને હાલમાં તે કોરોના સામે જંગ લડી રહી છે. તાજેતરમાં ઇશાએ સોશિયલ મીડિયા પર પોતાના કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાના સમાચાર શેર કર્યા હતા. ત્યારે હાલમાં ઈશા કોરોનાના નિયમોને પગલે હોમ આઈસોલેશનમાં છે. ઇશાએ પોતાના ફેન્સ અને ચાહકો માટે હોમ આઇસોલેશનમાં હોવા છતાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇશાએ શેર કરેલી તસવીરોમાં તે બેહદ હોટ લાગી રહી છે.
ઈશા ગુપ્તાએ હોમ આઈસોલેશનમાં પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. ઈશાએ શેર કરેલી ત્રણ તસવીરો. આ ત્રણેયમાં તે અલગ-અલગ પોઝમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને કેટલાક લોકો તેને જૂની તો કેટલાક નવી કહી રહ્યા છે. જોકે, ઈશાએ પોતે એ વાતનો ખુલાસો કર્યો નથી કે, આ તસવીરો હાલની છે કે જૂની છે.
તસવીરોમાં ઈશા માત્ર સફેદ શર્ટ પહેરીને સોફા પર બેઠી છે. તેણીએ તેની આંખો બંધ કરી છે અને તે આરામ કરતી જોવા મળી રહી છે. આ તસવીરો સાથે ઈશાએ લખ્યું, ‘કોઈક યા બીજી રીતે.’ તસવીરોમાં ઈશા મેકઅપ વિના ખુલ્લા વાળ અને નેચરલ લુકમાં જોવા મળી હતી.
અભિનેત્રીની આ તસવીરો તેના સ્પેનિશ આંત્રપ્રિન્યોર પાર્ટનર દ્વારા લેવામાં આવી હતી.