spot_img

6 ગ્રામ ચરસ જપ્ત થવા પર દુનિયાના દેશોમાં કેવી અને કેટલી સજા કરવામાં આવે છે?

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Aryan Khan) ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરે એક રેડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ જણાવ્યુ કે ત્યાથી 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ અને એકસ્ટસીની 22 ગોળી સાથે 1.33 લાખ રૂપિયા કેસ જપ્ત કરવામાં આવી છે.

આર્યનને (Aryan Khan) આ દરમિયાન અન્ય લોકો સાથે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેંસ એક્ટ 1985 (એનડીપીએસ એક્ટ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનેગારો માટે સજા તેમાં સામેલ દવાની માત્રા પર નિર્ભર કરે છે. NDPS એક્ટ અનુસાર 1 કિલોથી ઓછુ ચરસ અથવા હશીશને ઓછી માત્રા માનવામાં આવે છે. જેની માટે ગુનેગારને 10 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

દુનિયાના અન્ય દેશોમાં આ ગુનાની શું છે સજા?

બ્રાઝીલ

બ્રાઝીલમાં આ સમાન ગુનાની સજા ચેતવણી, સામુદાયિક સેવા અને શૈક્ષણિક અભ્યાસક્રમ છે.

ચેક રિપબ્લિકન

ચેક રિપબ્લિકનમાં તેની માટે 2 વર્ષથી ઓછી કેદની સજા સંભળાવવામાં આવે છે.

ફિનલેન્ડ

ફિનલેન્ડમાં 10 ગ્રામથી વધુ ડ્રગ્સ રાખવા પર બે વર્ષથી ઓછી કેદની સજા અથવા દંડ ફટકારવામાં આવે છે.

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયામાં તેની માટે અધિનિયમ આજીવન કેદની સજા અથવા 5થી 20 વર્ષની કેદ અને આરપી 10.6 બિલિયન એટલે લગભગ 809,000 ડૉલરથી ઓછો દંડ ફટકારવામાં આવી શકે છે.

લિથુઆનિયા

લિથુઆનિયામાં તેની માટે દંડ અથવા 10થી 45 દિવસ નજરકેદની સજા ફટકારવામાં આવે છે.

મલેશિયા

મલેશિયામાં આ ગુના માટે 2થી 5 વર્ષની કેદ અને ત્રણથી 9 સ્ટ્રોક માર મારવાની સજા આપવામાં આવે છે.

નેધરલેન્ડ

નેધરલેન્ડમાં જો ઓછી માત્રામાં ડ્રગ્સ પકડાય છે તો એક વર્ષથી ઓછી કેદ અથવા દંડની જોગવાઇ છે.

રશિયા

રશિયામાં આ ગુના માટે સજાના રૂપમાં 500,000 રૂબલ એટલે લગભગ 7,546 ડૉલરથી ઓછો દંડ અથવા દોષી વ્યક્તિને ત્રણ વર્ષનો પગાર કાપવાની સજા ફટકારવામાં આવે છે. આ સિવાય દોષીને 3થી 10 વર્ષ માટે સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles