spot_img

કઇ રીતે બને છે PMનો સિક્યુરિટી પ્લાન, શું છે એસપીજીની બ્લૂ બુક અને એએસએલ રિપોર્ટ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ બુધવારે પંજાબના બઠિંડા એરપોર્ટ પહોચ્યા હતા. હવામાન ખરાબ હોવાને કારણે તે રોડ માર્ગે પોતાના કાર્યક્રમ સ્થળ માટે રવાના થયા હતા. આ દરમિયાન રસ્તામાં પ્રદર્શનકારીઓએ તેમનો રસ્તો રોકી લીધો હતો જેને કારણે તેમણે દિલ્હી પરત ફરવુ પડ્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે પીએમની સુરક્ષામાં થયેલી આ ચૂકને લઇને ગૃહ મંત્રાલયનું કહેવુ છે કે પંજાબ પોલીસે બ્લૂ બુકનું પાલન કર્યુ નથી.

શું છે બ્લૂ બુક: મહત્વપૂર્ણ છે કે પીએમના કોઇ પણ પ્રવાસ પહેલા સુરક્ષાની યોજના બનાવવી તેમના સિક્યુરિટી પ્રોટોકૉલનો ભાગ હોય છે. સુરક્ષામાં કેન્દ્રીય એજન્સી અને રાજ્ય પોલીસ દળ સામેલ હોય છે, જેને લઇને વિશેષ સુરક્ષા દળ (એસપીજી)ની બ્લૂ બુકમાં દિશા-નિર્દેશ નિર્ધારિત હોય છે, જેના અનુસાર પીએમની સુરક્ષા રચના થાય છે.

કેવી રીતે બને છે પીએમનો સિક્યુરિટી પ્લાન:

પીએમ મોદીની પહેલા નક્કી કરવામાં આવેલી મુસાફરીના ત્રણ દિવસ પહેલા, પીએણની સુરક્ષાની જવાબદારી રાખનારી એસપીજી (વિશેષ સુરક્ષા ગ્રુપ) એક મીટિંગ કરે છે. જેમાં એડવાન્સ સિક્યુરિટી કોમ્યુનિકેશન હોય છે. તેને એએસએલ (Advance Security Liaison) કહે છે. જેમાં પીએણના કાર્યક્રમ સાથે જોડાયેલા ઓફિશિયલ લોકો, સબંધિત રાજ્યમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી, રાજ્યના પોલીસ અધિકારી અને સબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ સામેલ હોય છે.

પીએમના કાર્યક્રમને લઇને દરેક બિંદુઓ પર ચર્ચા કરવામાં આવે છે. બેઠક પૂર્ણ થયા બાદ એએસએલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેના આધાર પર સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે.

ખાસ કરીને પીએમની યાત્રાને લઇને તૈયારી કરવામાં આવે છે કે વડાપ્રધાન કાર્યક્રમ સુધી કેવી રીતે પહોચશે (હવાઇ, રોડ કે રેલ્વે માર્ગથી) અને એક વખત જ્યારે તે ઉતરશે તો તે પોતાના કાર્યક્રમ સ્થળ (ખાસ કરીને હેલિકૉપ્ટર અથવા રોડ માર્ગ) સુધી કેવી રીતે પહોચશે. કેન્દ્રીય એજન્સી અને સ્થાનિક જાસુસ તરફથી આપવામાં આવેલી જાણકારીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમાં આયોજન સ્થળની સુરક્ષા જેમાં પ્રવેશ અને નિકાસ, કાર્યક્રમ સ્થળ પર આવનારાની તપાસ અને ડોર ફ્રેમ મેટલ ડિરેક્ટર લગાવવાનું સામેલ હોય છે.

બ્લૂ બુક અનુસાર રાજ્ય પોલીસની જવાબદારી

એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે બ્લૂ બુકના નિયમ અનુસાર, એસપીજીના જવાન પીએમની સુરક્ષામાં નજીક રહે છે પરંતુ રાજ્ય પોલીસની પણ તેમાં વધારે જવાબદારી હોય છે. કોઇ પણ વિપરિત સ્થિતિમાં રાજ્ય પોલીસને પીએમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આકસ્મિક માર્ગ તૈયાર કરવો પડે છે. કોઇ પણ રીતે અચાનક ઘટનાક્રમ થવા પર રાજ્યની પોલીસ એસપીજીને જાણકારી આપે છે, તે હિસાબથી વીઆઇપીની મૂવમેન્ટ બદલાઇ જાય છે.

શું છે VIP રૂટનો પ્રોટોકૉલ

આ રીતના પ્રવાસ માટે હંમેશા બે રૂટ નક્કી હોય છે. રૂટની જાણકારી કોઇને પહેલાથી હોતી નથી. એસપીજી જ રૂટની પસંદગી કરે છે. જોકે, એસપીજી તેને ક્યારેય પણ બદલી શકે છે. SPG અને સ્ટેટ પોલીસમાં પ્રવાસને લઇને કોર્ડિનેશન રહે છે. રાજ્ય પોલીસ પાસે નક્કી રૂટ માટે ક્લિયરન્સ માંગવામાં આવે છે. જેનાથી આખો રૂટ પહેલાથી ખાલી રાખવામાં આવે છે.

પીએમની સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રોનું કહેવુ છે કે પીએમ મોદીની હવાઇ યાત્રા માટે એક હેલિકૉપ્ટરે 1,000 મીટર દ્રશ્યતાની જરૂર હોય છે. કેટલીક વખત શિયાળા દરમિયાન પીએમને ધૂમ્મસને કારણે રસ્તા માર્ગથી જવુ પડે છે. જો કોઇ કારણે રસ્તા પર ક્લિયરન્સ નથી મળતુ તો રાજ્ય પોલીસ તેની પરવાનગી આપતી નથી. એવામાં યાત્રા રદ કરવામાં આવે છે.

સિવિલ ડ્રેસમાં એનએસજી કમાન્ડો

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાનની કાર બુલેટપ્રૂફ હોય છે. હુમલાખોરોને ગુમરાહ કરવા માટે પીએમના કાફલામાં બે ડમી કાર પણ સામેલ હોય છે. આ સિવાય કાર પર જૈમર એન્ટેના લાગેલા હોય છે. આ એન્ટેના રસ્તાના બન્ને બાજુ રાખેલા બોમ્બને 100 મીટરના અંતર પર ડિફ્યૂઝ કરવામાં સક્ષમ છે. આ તમામ કાર પર NSGના નિશાનબાજોનો કબજો હોય છે. આ સિવાય કાફલામાં સિવિલ ડ્રેસમાં એનએસજી કમાન્ડો હાજર રહે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles