અમેરિકાના લોકોમાં સેક્સ કરવાની ઇચ્છા સતત ઘટી રહી છે. આ ખુલાસો એક અભ્યાસમાં થયો છે. રિપોર્ટ અનુસાર, અમેરિકાના લોકોની સેક્સમાં રસ ખૂબ ઘટી રહ્યો છે. લગભગ 30 ટકા લોકોએ સર્વેમાં કહ્યું કે તેમણે ઓછામાં ઓછા એક વર્ષથી સેક્સ નથી કર્યું. આ સ્ટડી નેશનલ સર્વે ઓફ ફેમિલી ગ્રોથના ડેટાના 2011થી 2019 વચ્ચે અમેરિકાના યુવાઓની સેક્સુઅલ હેબિટની તુલનાના આધાર પર કર્યો છે.
ડેટા અનુસાર અમેરિકામાં યુવાઓમાં સેક્સને લઇને રસ ઘટી રહ્યા છે. પાર્ટનર સાથે રહેવા છતા તેઓ સેક્સમાં રસ બતાવી રહ્યા નથી. સર્વેમાં સામેલ અનેક મહિલાઓએ અનેક વર્ષોથી સેક્સ ન કર્યાની વાત કરી હતી. જોકે રિપોર્ટ્સમાં પાર્ટનર સાથે રહેનારા અથવા પરણીત લોકોની સરખામણીએ એકલા રહેતા લોકોમાં સેક્સ વિના રહેનારાની સંખ્યા વધુ હતી. સર્વેમાં સામેલ ફક્ત પાંચ ટકા પરિણીત લોકોએ કહ્યું કે તેઓ આ વર્ષે એક પણ વખત સેક્સ કર્યું નથી.
ખાસ કરીને મહિલાઓમાં સેક્સને લઇને રસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. દર ચારમાંથી એક અમેરિકન મહિલાએ બે વર્ષ અથવા તેનાથી વધુ સમયથી સેક્સ કર્યું નથી.કોરોનાના કારણે પણ લોકોની સેક્સલાઇફમાં ઘણો ફેરફાર થયો છે.