spot_img

આ ટીપ્સ અપનાવો Truecaller પણ નહી શોધે તમારો નંબર

Truecaller એલ્પિકેશન વિશે લગભગ બધા જાણો છો. કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે તો આવેલા કોલ નંબરની તમામ વિગતો મળી જાય છે. એપ્લિકેશન એપ યુઝર્સના કોન્ટેક્ટ ડિટેઈલને ક્રાઉડ સોર્સ કરે છે.

જો આપે ક્યારે પણ Truecaller એકાઉન્ટનો ઉપયોગ નથી કર્યો તેમ છતાં એપના ડેટાબેઝમાં તમારો નંબર હોય શકે છે. ઘણીવાર આપણે આપણો નંબર અને નામ ડેટાબેઝમાંથી કાઢી નાંખવા માંગતા હોઈએ છીએ પણ કાઢી શક્તા નથી.

અમે અહીંયા તમને એ જ પ્રોસેસ દેખાડી રહ્યા છીએ કે ટ્રુકોલરમાંથી તમારૂ નામ અને નંબર કંઈ રીતે હટાવી શકો છો. પરંતુ તમે તો ટ્રુકોલર એપનો ઉપયોગ કરો છો તો તમે તમારુ નામ ડેટાબેઝમાંથી કાઢી નહી શકો. તે કરવા માટે પહેલાં Truecaller એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડશે.

અહીંયા એકાઉન્ટ Dectivate કરવા માટે એન્ડ્રોઈડ અથવા તો આઈફોનમાં Truecaller એકાઉન્ટ ખોલવુ પડશે. પછી સેટિંગમાં જઈને About પર ક્લિક કરવું.
Deactivate એકાઉન્ટ પર ક્લિક કરવુ પડશે. એકાઉન્ટ ડિએક્ટિવેટ થયા બાદ આગળની પ્રોસેસ માટે Truecaller એનાલિસ્ટ પેજ ઓપન કરવુ પડશે. અહીંયા તમને ફોન નંબર કંટ્રી કોડ જેવા કે +91 ના ફોર્મેટમાં એન્ટર કરવો પડશે. ત્યારપછી તમારે I am not robot ના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. પછી તમે એનલીસ્ટ ફોન નંબરના ઓપ્શન પર ક્લિક કરી દો. Truecaller દાવો કરે છે કે એનલીસ્ટ રીક્વેસ્ટ મળ્યા પછી ફોન નંબર નિકાળી દેવા માટે 24 કલાકનો સમય લાગી શકે છે. મતલબ કે 24 કલાક પછી તમારો નંબર Truecaller ડેટાબેઝમાંથી આપો આપ નિકળી જશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles