spot_img

Online Fraud બાદ કઈ રીતે પૈસા પાછા મેળવી શકશો ? ડાયલ કરો આ નંબર

Online Fraud ની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં તપાસ એજન્સિઓ યુઝર્સને સતત ચેતવણીઓ પણ આપી છે. ચેતવણીઓ આપવા છતાં પણ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ પર લગામ કસાઈ રહી નથી. એટલા માટે જ આજે અમે આપના માટે એક એવા હેલ્પલાઈન નંબર વિશે જાણકારી આપીશુ જેની મદદથી આપ આપના એકાઉંટને સુરક્ષિત રાખી શકશો. અને જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના ઘટે તો નંબર પર કોલ કરીને પૈસા પરત મેળવી શકશો.

ક્યાં ફરિયાદ કરવી ?

જો આપને લાગી રહ્યુ છે કે આપની સાથે પણ ઓનલાઈન ફ્રોડ થયુ છે. તો આપ 1930 નંબર પર કોલ કરી શકો છો. આ નંબર પર કોલ કરીને આપ ફરિયાદ દાખલ કરી શકો છો. ફરિયાદ દાખલ થયા બાદ આપને આપના પૈસા પણ પરત મળી શકશે. પહેલાં આ ફરિયાદ કરવા માટે 155360 નંબર પર કોલ કરવાનો રહેતો હતો.પરંતુ હવે આ નંબર બદલીને 1930 કરી દેવાયો છે.

કઈ રીતે પૈસા પાછા મળી શકે છે?

ગૃહમંત્રાયલે DoTએ સાથે મળીને આ નવા નંબરની શરૂઆત કરી છે. અહીંયા ફરિયાદ કર્યા બાદ એક ઓન લાઈન ટિકિટ ફાઈનાંશિયલ ઈન્ટરમિડિયરીઝ કંન્સર્ન સાથે તૈયાર થાય છે. જેમાં જે એકાઉંટમાંથી પૈસા નિકળ્યા છે અને જે એકાઉંટમાં પૈસા પહોચ્યા છે. બંન્ને એકાઉંટ પર નજર રાખવામાં આવે છે. ક્રેડિય થયેલા એકાઉંટમાંથી પૈસા ઉપાડી લેવાયા નથી તો જેવી ફરિયાદ થાય તેના તુરંત બાદ જ એકાઉંટને ફ્રીઝ કરી દેવામાં આવશે. મતબલ કે એકાઉંટમાંથી કોઈને પૈસા ઉપાડી શકશે નહી.

ફરિયાદ કરવા માટે રાહ ન જોવી

પરંતુ એક શર્ત એટલી જ છે કે ઓનલાઈન ફ્રોડ થાય એટલે તમારે મોડુ ન કરવુ. મોડુ કરવાની સ્થિતિમાં આપ માટે સમસ્યા વધી જશે. અને કદાચ આપને મળનારા પૈસા પણ પરત ન મળે. જો આપ સમય સર આપેલા નંબર પર કોલ કરી દેશો તો બની શકે તપાસ બાદ આપના ગયેલા પૈસા પણ આપને પરત મળી જાય. અને ઓન લાઈન ફ્રોડ કરનાર વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ જાય.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles