નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો ભારતમાં ખૂબ જાણીતી ટેલિકોમ ઓપરેટર બ્રાન્ડ છે અને તેનો યુઝર્સ બેઝ ખૂબ મોટો થઇ ગયો છે. જિયો પોતાના ગ્રાહકોને કોલિંગ સિવાય અનેક સર્વિસ ઓફર કરે છે. સ્થાનિક, એસટીડી અને આઇએસડી કોલિંગની સાથે સાથે જિયો પોતાના ગ્રાહકોને હાઇ સ્પીડ ડેટા પણ આપે છે. આજે અમે તમને અહીં જિયો પેમેન્ટ બેન્ક અંગે જાણકારી આપીશું અને કેવી રીતે જિયો પેમેન્ટ બેન્ક એકાઉન્ટ ખોલી શકશો?
જિયો પેમેન્ટ બેન્ક એક ઇન્ડિયન પેમેન્ટ બેન્ક છે. આ એક વચ્યુઅલ બેન્ક છે જેને તમે મોબાઇલથી કંન્ટ્રોલ કરી શકો છો. જોકે, દેશમાં અનેક લોકેશનો પર આઉટલેટ ખોલવાની કંપનીની યોજના છે. તમે જિયો નંબરથી પણ જિયો પેમેન્ટ બેન્ક એકાઉન્ટ ખોલી શકો છો. તમે આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની જરૂર પડશે.
જિયો પેમેન્ટ બેન્ક માટે તમારે મિનિમમ બેન્ક બેલેન્સની જરૂર નથી હોતી. સામાન્ય રીતે રેગ્યુલર બેન્કમાં હોય છે. આ પેમેન્ટ બેન્કમાંથી તમે રિચાર્જ પણ કરી શકો છો. તે સિવાય વન ક્લિક બિલ પેમેન્ટ પણ કરી શકો છો. જિયો પેમેન્ટ બેન્કમાંથી તમને ચાર ટકા વ્યાજ પણ મળી શકે છે. ડોરમેન્ટ એકાઉન્ટ માટે કોઇ પેનલ્ટી ચાર્જ લાગશે નહીં. દેશભરમાં જિયો પેમેન્ટ બેન્કના 70 હજારથી વધુ આઉટલેટ છે. માયજિયો એપ મારફતે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો