જયપુરઃ વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં તમિલનાડુને હરાવીને હિમાચલ પ્રદેશે પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. આ મેચમાં VJD મેથડથી હિમાચલ પ્રદેશની ટીમ 11 રનથી ફાઇનલ મેચ જીતી ગઈ છે.
હિમાચલ પ્રદેશે વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેથી તમિલનાડુની ટીમ પહેલા બેટિંગ કરતા 314 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં હિમાચલની ટીમે 47.3 ઓવરમાં 299/4નો સ્કોર નોંધાવ્યો હતો. તેવામાં VJD મેથડ પ્રમાણે હિમાચલની ટીમે 11 રનથી મેચ જીતી લીધી છે.
તમિલનાડુ તરફથી દિનેશ કાર્તિકે 103 બોલમાં 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેની મદદથી તમિલનાડુએ હિમાચલ પ્રદેશને જીતવા માટે 315 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કાર્તિકે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને સાત સિક્સ ફટકારી હતી. કાર્તિક સિવાય ઇન્દ્રજીતે 71 બોલમાં 80 રન ફટકાર્યા હતા. તે સિવાય બાબા અપરાજીત 02, N Jagadeesanએ 9, Sai Kishoreએ 18 અને M Ashwinએ 7 રન બનાવ્યા હતા. સાથે શાહરૂખ ખાને 21 બોલમા 42 રનની તોફાની ઇનિંગ રમી હતી.
બાદમાં 315 રનનો પીછો કરતા હિમાચલ પ્રદેશની ટીમે પ્રશાંત ચોપરા અને શુભમ અરોરાએ સારી શરૂઆત અપાવી હતી. શુભમ અરોરાએ અણનમ 136 રનની ઇનિંગ રમી ટીમને વિજય અપાવ્યો હતો. તે સિવાય કેપ્ટન રિષિ ધવને 23 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા.