બોલિવુડના અભિનેતા ઋત્વિક રોશનનો સોમવારે બર્થડે હતો અને બર્થડેના દિવસે જ અભિનેતાએ તેની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’નો ફર્સ્ટલુક રિલીજ કર્યો છે. ફિલ્મના ફર્સ્ટ લુકને જોઇને ઋત્વિકના ફેન્સમાં ફિલ્મની રિલીજ લઇને ઉત્સુકતા વધી ગઇ છે. ઋત્વિકના લુકને જોઇને તેના ફેન્સ દિવાના થઇ ગયા છે.
T-Seriesએ ઋત્વિકનો ફર્સ્ટ લુક રિલીજ કર્યો અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. સાથે જ આ ફિલ્મ ક્યારે રિલીજ થશે તેની તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવે છે. આ ફિલ્મ 30મી સપ્ટેમ્બર 2022ના રોજ દુનિયાભરના થિયેટર્સમાં રિલીજ કરવામાં આવશે. ફિલ્મ ‘વિક્રમ વેધા’માં ઋત્વિક રોશન એક દમદાર કિરદારમાં જોવા મળશે. જેની જલક ફિલ્મના ફર્સ્ટ લુક પરથી જ મળી જાય છે. જેમાં ઋત્વિક રોશન દાઢી-મૂંછ અને બ્લેક સનગ્લાસીસ, કુર્તા અને મોઢા અને છાતીના ભાગે લોહીના ધબ્બા આ લુક જ કહી આપે છે કે ફિલ્મ દમદાર રહેશે. ઉલ્લેખની છે કે ‘વિક્રમ વેધા’ના ઓરિજનલ વર્ઝનમાં વિજય સેતુપતીએ વેધાનો રોલ પ્લે કર્યો છે અને આજે ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થતાં વિજય સેતુપતીની યાદ આપાવી દીધી છે.
ફિલ્મ ‘ વિક્રમ વેધા’માં ઋત્વિક રોશનની સાથે સૈફ અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. જેમાં ઋત્વિક વેધા અને સૈફ અલી ખાન વિક્રમના રોલમાં જોવા મળશે, તો ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું કેટલુંક શૂંટિંગ પૂર્ણ થઇ ચુક્યું છે. ‘વિક્રમ વેધા’ ઓરિઝનલ તમિલ મૂવી છે, જેનું નિર્દેશન પુષ્કર-ગાયત્રીએ કર્યું હતું. જેમાં આર.માધવન અને વિજય સેતુપતીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ વર્ષ 2017માં રિલીજ થઇ હતી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી અને 600 મિલીયન્સ જેટલી કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મનું હિન્દી વર્ઝન બની રહ્યું છે જેમાં ઋત્વિક અને સૈફ મુખ્ય ભૂમિકામાં છે ત્યારે જોવાનું એ રહેશે કે શું દર્શકોને આ જોડી પસંદ આવશે.