બોલિવૂડ અભિનેતા રાજ કુમાર રાવ અને કૃતિ સેનની જોડી બરેલી કી બરફી પછી ફરી એક વખત ધમાલ મચાવવા તૈયાર છે. તેમન અપકમિંગ ફિલ્મ હમ દો હમારે દોનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલરથી ખબર પડે છે કે આ ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવાની છે. ફિલ્મનું ટ્રેલર ફેમિલીવાલી દિવાળી ટેગલાઇન સાથે જાહેર કરવામાં આવ્યુ છે.
કૃતિ સેનને ફિલ્મનું ટ્રેલર શેર કરતા આ વાતની જાણકારી આપી છે કે હમ દો હમારે દો આ મહિને એટલે કે ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. ફિલ્મ ઓક્ટોબરના અંતિમ અઠવાડિયે 29 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે.