અમદાવાદઃ અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતાને બે બાળક સાથે ઘરની બહાર કાઢી મૂકી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જેના કારણે પરિણીતા સાથે બે બાળકને લઈને મિત્રના ઘરે જવાની ફરજ પડી. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તે બીમારીમાં પથારીવશ હોવા છતાં તેનો પતિ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધે છે. મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આ પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ કહ્યું કે તેનો પતિ શંકા રાખી તેની સાથે ઝઘડો કરે છે. તેનાં સાસુ-સસરા તેના પતિનો પક્ષ લેતાં હતા. મારી તબિયત સારી ન હોય ત્યારે પણ તેનો પતિ તેને શારીરિક સંબંધ કરવા દબાણ કરતો હતો અને ઘરસંસાર ન બગડે એ માટે તે આ બધું સહન કરતી હતી.
વર્ષ 2020માં તેના પતિએ તેની જાણબહાર ફેમિલી કોર્ટમાં કેસ કરતાં કોર્ટે બાળકોને રવિવારે મળવાની મંજુરી આપી હતી. આખરે કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.