spot_img

મેં તારી માને ગળું દબાવીને પતાવી દીધી છે, હવે તેના પ્રેમીનો વારો છે

વધુ એક વખત આડાસંબંધની આશંકામાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.કલોલના કલ્યાણપુરામાં પત્નીનું ગળું દબાવીને તેની હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આડા સબંધોની આશંકાએ પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કલોલના કલ્યાણપુરમાં ધર્મચોક ખાતે રહેતા ભાનુપ્રસાદ ત્રિવેદી સવારે તેની પત્ની ગીતા બહેનનું ગળું દબાવી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

તેમની નાની પુત્રીએ પિતાને ફોન કરતાં ભાનુ પ્રસાદે કહ્યું હતું કે, મેં તારી મા ગીતાનું ગળુ દબાવીને મારી નાંખી છે. તેના લાકડા તૈયાર કરો. આ સાંભળીને પુત્રી દોડી આવી હતી, જ્યાં માતા મૃત હાલતમાં મળી આવી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે ગીતાબેનની પુત્રીની ફરિયાદના આધારે હત્યા કરી ફરાર થઈ ગયેલા ભાનુપ્રસાદ ત્રિવેદી સામે ગુનો નોંધીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

પત્નીની હત્યા કરીને ભાનુ પ્રસાદે પુત્રીને ફોન કરી ક્યાં છો પૂછતા તેણે જણાવ્યું હતું કે, તારી માને ઉપર પહોંચાડી દીધી છે. હવે કાદરનો નંબર છે. ગીતાને તો પતાવી દીધી હવે કાદરનું મોત નક્કી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles