વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે હૈદરાબાદમાં આયોજીત ભાજપની કાર્યકારણી બેઠકમાં હાજર રહ્યાં હતા, જ્યાં તેમણે બેઠકની પૂર્ણાહૂતી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં જંગી સભાને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત તેલુગુ ભાષામાં શરૂ કરી હતી. તેમણે તેલંગણાના વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી, ભાજપ દ્વારા જાહેર કરાયેલ દરેક યોજનાનો ઘર-ઘર સુધી પહોંચાડવાની વાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દેશના વિકાસ માટે રાત દિવસ સતત કામ કરી રહી છે. તેલંગણાની ધરતીને મારા વંદન. તેમણે કહ્યું કે, તેલંગણાના વિકાસ એ અમારી પ્રાથમિકતા છે. તેલંગણાના વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમારી પાર્ટીનો એક જ મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ. હૈદરાબાદમાં વિજય સંકલ્પ રેલીથી પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, તમે જે સ્નેહ સાથે આવો છો તેના માટે હું તેલંગાણાની ધરતીને નમન કરું છું. હૈદરાબાદમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, 2019માં તેલંગાણામાં જેટલો ટેકો મળ્યો હતો તેના કરતા હવે તેલંગાણાના લોકો તરફથી વધુ સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું ,કે જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાં અમારી સરકારે બેજોડ કામ કર્યું છે. આથી પ્રજા પોતે જ ડબલ એન્જિનવાળી સરકારનો રસ્તો બનાવી રહી છે. તેલંગાણાના લોકોનો ભાજપમાં વિશ્વાસ વધી રહ્યો છે.