સોનૂ નામનો છોકરો આજ કાલ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયો છે. એકાદ દિવસ પહેલાં તેનો વીડિયો વાયરલ થયો જેમાં તે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આંખોમાં આંખો નાંખીને શિક્ષા અને વ્યવસ્થા પર ફરિયાદ કરી રહ્યો હતો. આ વીડિયો એટલો વાયરલ થયો કે મોટા મોટા નેતાઓ તેની મુલાકાત લેવા લાગ્યા અને તેને શાબાશી આપવા લાગ્યા. પરંતુ હાલમાં જ તેજ પ્રતાપે સોનુ સાથે વાત કરી જે ફરી એકવાર વાયરલ થઈ ગઈ.
“IAS बनना तो हमारे अंडर काम करना जब हमारी सरकार बनेगी तो”
“सर, हम किसी के अंडर काम नहीं करेंगे सर”pic.twitter.com/RBawpS8NvV
— Mohammed Zubair (@zoo_bear) May 17, 2022
બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ સોનુ સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા છે. આ સમયે સોનુંની તેમને જોરદાર વખાણ કર્યા. તેજ પ્રતાપે કહ્યુ કે હું તમારૂ એડમિશન સ્કૂલમાં કરી દઈશુ અને અને જો તમે આઈએ એસ બની જાય તો અમારી અંડરમાં કામ કરજો. અંડરમાં કામ કરવાની વાત સાંભળીને તુંરંત જ સોનું એ તેજ પ્રતાપને સીધ જવાબ આપી દીધો હું કોઈના અંડરમાં કામ નહી કરૂ. સોનુંના જવાબ બાદ તુરંત જ તેજ પ્રતાપ વીડિયો કોલ કાપી કાઢ્યો અને બાદમાં કંઈ બોલવાનું તેની માટે ન રહ્યુ
ઉલ્લેખનીય છે કે સોનું એ બે દિવસ પહેલાં બિહારમાં શિક્ષા માટે મુખ્યમંત્રી સમક્ષ કોઈપણ પ્રકારના ડર વગર માંગણીઓ અને સાચી વાતો મુકી હતી. ત્યારબાદ તે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો હતો.