spot_img

ICC Women World Cup 2022: ભારતીય મહિલા ટીમની જાહેરાત, જાણો કોને બનાવી કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડમાં યોજાનારા મહિલા વર્લ્ડકપને લઇને ભારતીય ટીમની જાહેરાત કરી છે. સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સને 4 માર્ચથી 3 એપ્રિલ સુધી યોજાનાર આઇસીસી વન ડે વર્લ્ડકપ માટે જાહેર 15 સભ્યની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે. અનુભવી મિતાલી રાજને ટીમની કમાન સોપવામાં આવી છે જ્યારે હરમનપ્રીત કૌર વાઇસ કેપ્ટન છે.

જેમિમા રોડ્રિગ્સ અને ઓલ રાઉન્ડર શિખા પાંડેને ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જેમિમા ગત વર્ષે આંતરરાષ્ટ્રીય અસાઇનમેન્ટમાં ડબલ આંકનો આંકડા સુધી પહોચવામાં નિષ્ફળ રહી હતી.

ભારતીય ટીમ 9થી 24 ફેબ્રુઆરી સુધી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ લિમિટેડ ઓવરની શ્રેણીમાં ભાગ લેશે, જેમાં એક ટી-20 અને પાંચ વન ડે મેચ સામેલ છે.

ICC Women World Cup 2022 : 15 સભ્યની ભારતીય મહિલા ટીમ

મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શૈફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, ઝૂલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ

સ્ટેન્ડબાય ખેલાડી: સાભીનેની મેઘના, એકતા બિષ્ટ, સિરમન દિલ બહાદુર

ટૂર્નામેન્ટમાં 31 મેચ રમાશે

આ ટૂર્નામેન્ટમાં કુલ 31 મેચ રમાશે. વર્લ્ડકપની પ્રથમ મેચ 4 માર્ચ 202માં વેલિંગ્ટનના બેસિન રિઝર્વ અને તેની ફાઇનલ 3 એપ્રિલ 2022માં ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત 6 માર્ચે ક્વોલીફાયર ટીમ સામે ટકરાઇને કરશે. સેમિ ફાઇનલ મેચ ક્રાઇસ્ટચર્ચ અને વેલિંગ્ટનમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ભારત આ વર્લ્ડકપમાં કુલ સાત મેચ રમશે. જેમાં ચાર મેચ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ છે અને બાકી ત્રણ મેચ ક્વોલીફાયર ટીમ વિરૂદ્ધ છે જે હજુ સુધી નક્કી થઇ શકી નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles