તમને તાવ આવે કે.. ગળામાં ખરાશ લાગે તો.. આજકાલ કોઇપણ સીધા કોરોના ટેસ્ટીંગ ડોમ પર જઇને ઉભા થઇ જાય છે.. અને ટેસ્ટ કરાવી લે છે.. પરંતુ હવેથી આપ આવું નહીં કરી શકો.. કેમ કે ટેસ્ટને લઇને પણ આવી ગઇ છે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
દિલ્હી સ્થિત ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ રિસર્ચ- ICMRએ આડેઘડ થતા રેપિડ એન્ટિજનથી લઈને RT-PCR ઉપર નિયંત્રણો મૂક્યા છે. ICMRની નવી ગાઈડલાઈન પ્રમણા હવે ફરવા નિકળેલા નાગરીકો ઈચ્છા પડે એમ પોતે ક્યાંક ‘એસિમ્પ્ટોમેટિક’ તો નથી ને? તે ચકાસવા રસ્તા પર બાઈક મુકી તંબુઓમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે નહી. થર્ડવેવમાં કોરોના વાઈરસના સામાન્ય લક્ષણોને કારણે હોસ્પિટલોને ઈમરજન્સીમાં સર્જરી કે ડિલિવરીના તબક્કે પણ કોરોનાનો ટેસ્ટની અનિવાર્યતા પર રોક લગાવવામાં આવી છે. ICMRની નવી ગાઈડલાઈનથી કોન્ટેક્ટ ટ્રેસિંગમાં દરેકનો ટેસ્ટ ફરજિયાત નથી.
નવી ગાઇડલાઇ પ્રમાણે જેમને કોરોનાના સામાન્યથી વધુ લક્ષણો હોય, ચેપગ્રસ્તના સંપર્કમાં આવેલા 60 વર્ષ કે તેથી વધુ વયના શંકાસ્પ વ્યક્તિઓ, ડાયાબિટિશ, હાઈપર ટેન્શનની બિમારીથી પિડાતા, ફેફસા, કિડની સહિતની તકલીફોથી પિડાતા કો-મોર્બિડ અવસ્થા ધરાવતા વ્યક્તિઓનો તત્કાળ RT-PCR કરાશે. આવા વ્યક્તિઓને તબીબી સલાહ બાદ જ હોમ આઈસોલેશન માટે અનુમતિ મળી શકશે.