ઉંઘમાં સપનાઓ આવવા સ્વાભાવિક છે. આ સપના સારા અને ખરાબ પણ હોય છે. શુભ-અશુભ સંકેત સપનાઓથી આવતા હોય છે. સમુદ્રશાસ્ત્રમાં અનેક પ્રકારની વાતો કહેવામાં આવી છે. માનવામાં આવે છે કે સપના આપણા ભવિષ્ય અંગે સંકેત આપે છે. એવામાં સપનાઓ કાંઇકના કાંઇક સંકેત આપતા હોય છે. અનેક લોકોના સપનામાં દેવી-દેવતાઓ અથવા તેમના વાહનના દર્શન થાય છે. શું તમે જાણો છો કે હનુમાનજી પણ આપણને સપનાઓમાં અનેક પ્રકારના સંકેત આપે છે.
જો સપનાઓમાં હનુમાનજી દેખાય તો ભવિષ્ય માટે તમારા માટે ખૂબ લાભકારી છે. જો હનુમાનજીના અલગ અલગ રૂપ દેખાય છે તો તેના અલગ અલગ સંકેત હોય છે. જો હનુમાનજીના મોટા રૂપના દર્શન થાય છે તો તેનો સંકેત છે કે તમને બહુ જલદી દુશ્મનોથી છૂટકારો મળશે એટલે તે તમારા દુશ્મનોનો નાશ થશે.
જો તમને સપનામાં હનુમાનજી સૂતા નજર આવે તો સમજી લેવું જોઇએ કે તમારી ઉંમર એક વર્ષ વધી જાય છે. જો કોઇ પણ પ્રકારની બીમારી તમને હોય તો તે જલદી ઠીક થઇ જાય છે. જો સપનામાં હનુમાનજી હસતા જોવા મળે તો માની લેવું જોઇએ કે તમારી તમામ મનોકામનાઓ જલદી પૂર્ણ થઇ જશે. એટલું જ નહી તમને જીવનમાં કોઇ વાતની ચિંતા નહી રહે અને તમામ સફળતાઓ હાંસલ થશે.