ભારતમાં દહેજ (DOWRY) પ્રથાનો વિરોધ થાય છે. પણ કોઈ સામે ચાલીને વિરોધ કરતુ નથી. જેના કારણે નિર્દોષ મહિલાઓને પોતાનો જીવ આપી દેવો પડે છે. બિહારના (BIHAR) નાલંદામાં જિલ્લામાં પતિને પત્નીના સાસરીવાળાએ દહેજ ન આપ્યુ તો પત્ની અને બાળકોને ઝેર (Poison) આપી મારી નાંખ્યા.
મહિલાએ આપ્યો બે માથાવાળી બાળકીને જન્મ, ડોક્ટરો જોઇને ચોંકી ઉઠ્યા
બિહારના ઈસ્લામપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલી બઢાઈ તકિયા ગામની છે. ગુડ્ડુ પાસવાન નામના વ્યક્તિએ તેની પત્ની જ્ઞાનતી દેવી અને તેમના દીકરા દીકરી સાહિલ અને સ્નેહલ ઝેર આપીને હત્યા કરી નાંખી. ત્રણેને ઝેર આપ્યા બાદ ગુડ્ડુ ઘટના સ્થળ છોડીને ભાગી ગયો.
ઓનલાઇન ક્લાસ કરતો હતો વિદ્યાર્થી, મોબાઇલમાં બ્લાસ્ટ થતા થયો લોહી લુહાણ
જ્ઞાનતી દેવીના ભાઈએ જણાવ્યુ કે 2015ની સાલમાં બંન્નેના લગ્ન થયા હતા. લગ્નના થોડા જ વર્ષો બાદ તેનો પતિ દહેજ માટે હેરાન કરતો હતો. થોડા દિવસો પહેલાં જ તેના પતિએ મારપીટ પણ કરી હતી. મારપીટ બાદ ઘરની બહાર પણ હાંકી કાઢી હતી. ગ્રામપંચાયત સુધી આખો મામલો પહોચ્યો હતો. ગ્રામપંચાયતની દખલ અંદાજી બાદ પિયર પક્ષે પોતાની દિકરીને સાસરે મોકલી. ગુરૂવારના દિવસે ફરી એકવાર પૈસા માંગવાને લઈને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. પત્નીએ પૈસા પિયક પક્ષની પૈસા માંગવાનો વિરોધ કર્યો તો બંન્ને વચ્ચે બોલાચાલી થઈ ગઈ.
ઝઘડો થયા બાદ પતિએ ખાવામાં ઝેર ભેળવી દીધુ. પોતાની પત્ની અને બે માસુમ બાળકોને જમવાનું આપી દીધુ. પત્ની અને બાળકો જમતા હતા તે સમયે પતિ ઘર છોડીને ભાગી છુટ્યો હતો. જમવાનું જમ્યા બાદ પત્ની અને બાળકો સુવા માટે પોતાના રૂમમાં પહોચ્યા તો ત્રણેની તબિયત અચાનક બગડી ત્રણે ને હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં મહિલાના નિધન બાદ બંન્ને બાળકોનું પણ નિધન થઈ ગયુ
ઘટના બાદ પોલીસે ઘટના સ્થળેથી કૌશલ્યા દેવીની ધરપકડ કરાઈ છે. પૂછપરછમાં દહેજના કારણે પતિએ ઝેર આપી બાળકો અને તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્ઞાનતી દેવીના પરિવારજનોએ 8 લોકો સામે પોલીસ ફરિયાદ કરી છે.ગામના લોકોએ પોલીસને જાણ કરી તો પોલીસે ઘટના સ્થળે પહોચીને તમામ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.