ડિસેમ્બર મહિનાને આમ તો રજાઓનો મહિનો કહેવામાં આવે છે, મોટાભાગની રજાઓ ડિસેમ્બર મહિનામાં આવતી હયો છે, ત્યારે હવે વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર 2021 શરૂ થશે. જો તમે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા RBI દ્વારા રજૂ કરાયેલ રજાઓની યાદી ચોક્કસપણે ચકાસી લો. આ મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે.
ડિસેમ્બર મહિનામાં કુલ 16 દિવસ બેંકો બંધ હશે, જેમાં 4 રજાઓ રવિવારની છે. આમાંની ઘણી રજાઓ સળંગ પડવાની છે. આ મહિનામાં નાતાલનો તહેવાર આવે છે, જેની રજા દેશની લગભગ તમામ બેંકોમાં હોય છે. જો કે, દરેક જગ્યાએ બેંકો 16 દિવસ સુધી બંધ રહેવાની નથી. કેટલીક રજાઓ સ્થાનિક હોવાને કારણે બેંકો ચોક્કસ સ્થળોએ બંધ રહેશે.
RBIની માર્ગદર્શિકા અનુસાર રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. અહીં ડિસેમ્બર મહિના માટે RBIની યાદીની સાથે એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. તેના આધાર પર તમે તમારી બેંક સાથે સંબંધિત કામકાજ ફટાફટ પતાવી દેજો જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
ડિસેમ્બરમાં બેંકોની રજાઓ
3 ડિસેમ્બર – ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજીમાં બેંકો બંધ)
5 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
11 ડિસેમ્બર – શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
12 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
18 ડિસેમ્બર – યુ સો સો થમની પુણ્યતિથિ (શિલોંગમાં બેંકો બંધ)
19 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
24 ડિસેમ્બર – ક્રિસમસ ફેસ્ટિવલ (આઈઝોલમાં બેંકો બંધ)
25 ડિસેમ્બર – ક્રિસમસ (બેંગલુરુ અને ભુવનેશ્વર સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)
26 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
27 ડિસેમ્બર – નાતાલની ઉજવણી (આઈઝોલમાં બેંકો બંધ)
30 ડિસેમ્બર – યુ કિઆંગ નોંગબાહ (શિલોંગમાં બેંકો બંધ)
31મી ડિસેમ્બર – નવા વર્ષની સાંજ (આઈઝોલમાં બેંકો બંધ)