તમામ લોકોના જીવનમા વાસ્તુશાસ્ત્રનું ખુબ જ મહત્વ રહેલુ છે. એવુ માનવામાં આવે છે કે વ્યક્તિની તમામ સમસ્યાનુ સમાધાન વાસ્તુના આધારે થઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે ઘમાં રાખાયેલી તમામ વસ્તુઓની અસર વ્યક્તિના આર્થિક અને સામાજિક વિકાસ પર તો નથી થતો પરંતુ તેના દ્વારા જે પહેરવેશ પરથી તેની અસરો દેખાઈ આવે છે. આવી જ એક વસ્તુ ચંપ્પલ અને જુતા છે.
વાસ્તુ અનુસાર જુતા અને ચંપ્પલ વ્યક્તિના ભાગ્ય બનાવે છે તેવી જ રીતે વ્યક્તિના ભવિશ્ય પર પણ અસર કરે છે. ઘણીવાર ફેશન કરવામાં લોકો એવા પ્રકારના જુતા પહેરી લે છે. જેનાથી વ્યક્તિને પોતાના ભવિષ્યમાં પછતાવુ પડે છે. વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જુતા અને ચંપ્પલના રંગ છે જેને પહેરતા પહેલાં 100 વાર વિચાર કરવો જોઈએ. જો ચંપ્પલનો રંગ પસંદ કરવામાં થાપ ખાઈ જશો તો પછતાવાનો વારો જરૂરથી આવશે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચંપ્પલ અને જુતાને ક્યારે પણ પીળા રંગના ન પહેરવા જોઈએ. કારણ કે પીળો રંગ ગુરૂગ્રહનો છે. એવામાં પીળા રંગના ચંપ્પલ પહેરી રાખવાથી ગુરૂગ્રહનો અનાદર કહેવાશે. એની સાથે કુંડળીમા ગુરૂગ્રહ નબળો પડતો જાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં આ ગ્રહનું મહત્વ ખૂબ જ વધુ છે.
જો ગુરૂગ્રહ તમારાથી નારાજ થાય તો તમારી સામે અલગ અલગ સમસ્યાઓ આવવા લાગશે. સૌથી પહેલી આપને પૈસાની સમસ્યા નડવા લાગશે બીજી સમસ્યા દેખાશે કે ઘરના વડીલો કે કોઈપણ કાર્યમાં આપનો સાથ નહી આપે. આની સાથે સાથે ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો આપને કરવો પડશે. ઘરમાંથી સુખ શાંતિ ગાયબ થઈ જશે. એટલા માટે જ ક્યારે પણ જુતા કે પછી ચંપલ પીળા રંગના ન પહેરશો.