સોશિયલ મીડિયા પર મહિલાઓનો ફોટો અપલોડ કરી તેમની હરાજી અને આપત્તિજનક પોસ્ટનો નવો કેસ સામે આવ્યો છે. આ મામલે દિલ્હી સાયબર સેલે કેસ નોંધ્યો છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર અને વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓની સંખ્યા વધારે છે. જો તમે પણ આ સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરો છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર સેફ રહેવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખો. સાયબર ક્રિમિનલ્સ સોશિયલ મીડિયા પર બ્લેકમેલિંગ ટૂલ ઉપયોગ કરી રહ્યા છે. હેકર્સના નિશાના પર દરેક ઉંમરના લોકો છે. મહિલાઓ સૌથી વધારે તેનો ભોગ બની છે. અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલાં તેની પ્રોફાઈલ ચેક કરો.
ઈન્ટરનેટની દુનિયામાં કોણ ફ્રોડ છે અને કોણ અસલ તે જાણવું મુશ્કેલ બને છે. ઈન્ટરનેટ પર ઢગલો ફેક પ્રોફાઈલ અવેલેબલ છે. તેથી અજાણી વ્યક્તિ સાથે પર્સનલ ચેટ કરતા બચો. એક્સપર્ટ જણાવે છે કે સોશિયલ મીડિયા પર તમારી પર્સનલ લાઈફ શેર ન કરવી જોઈએ. સાયબર ક્રિમિનલની નજર તમારી દરેક એક્ટિવિટી પર હોય છે. આ એક્ટિવિટી ટ્રેક કર્યા બાદ તે તમને શિકાર બનાવે છે.
તમારા પર્સનલ વિચારો પોસ્ટ કરતાં પહેલાં વિચારી લો કે તે અસરદાર હોવા જોઈએ ભડકાઉ નહિ. તમારી એક પોસ્ટ આખા સમાજમાં અવ્યવસ્થા ઊભી કરી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે, સાયબર ક્રાઈમથી બચવા માટે પોતાનો મોબાઈલ ફોન અપડેટ કરતાં રહો. અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો. ફેસબુક પર થર્ડ પાર્ટી એપ્સથી દૂર રહો. થર્ડ પાર્ટી એપ્સ સાથે ડેટા શેર ન કરો.પ્રોફાઈલ પ્રાઈવસી ઓન રાખો. ફોટો પોસ્ટ કરતા સમયે પણ પ્રાઈવસીનું ધ્યાન રાખો. સમયાંતરે પાસવર્ડ બદલો.