ઉર્જા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય લોકોના ઘરના ધાબા પર સોલાર પેનલ લગાવવા માટે કોઈપણ વિક્રેતાઓના નામોને સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી.મંત્રાલયનુ સ્પષ્ટીકરણ એવી બાબતો પછી સામે આવ્યુ જ્યારે વિક્રેતાઓ સામાન્ય લોકોના ઘરો પર સોલાર લગાવવા માટે તેમની કંપનીને સરકારી ઓથેન્ટિક કંપની ગણાવા લાગ્યા હતા.
સાથે સાથે મંત્રાલયે એ પણ કહ્યુ છે કે ગ્રાહકો ને વિજળી વિતરણ કંપનીઓ તરફથી નક્કી કરેલા ભાવો સાથે જ રૂફટોપ સોલાર માટે પેમેન્ટ કરવાની સલાહ આપી છે.વિતરણ કંપનીઓ જ વિજળીના દરો અને કયા પ્રકારની સોલાર પેનલ લગાવવી તે નકકી કરતી હોય છે.
રૂફટોપ સૌર ઉર્જા યોજના અંતર્ગત ઉર્જા મંત્રાલય પહેલાં ત્રણ કિલો વોટ પર 40 ટકા સબ્સિડી આપતુ હતુ અને ત્રણ કિલો વોટથી લઈને 10 કિલો વોટ સુધી સબસિડીનોદર 20 ટકા છે. સ્કિમને રાજ્યોમાં સ્થાનિક વિજળી વિતરણ કંપનીઓ વતી લાગુ કરાય છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ કે અમારી જાણકારીમાં આવ્યુ છે કે કેટલીક રૂફટોપ સૌર કંપનીઓ પોતાની જાતને મંત્રાયલ વતી અધિકૃત વેંડર છે તેવું જણાવી રહી છે.અમે સ્પષ્ટ કરીએ છીએ કે ઉર્જામંત્રાયલ તરફથી કોઈપણ વેંડરને અધિકૃત કરવામાં આવી નથી. રાજ્યોમાં યોજના વિતરણ કંપનીઓ લાગુ કરે છે. સ્થાનિક કંપનીઓએવેંડર્સ નક્કી કર્યા છે. સૌર પેનલ લગાવવાના ભાવો પણ નક્કી કર્યા છે.
પોતાના ઘરો અને અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓના ધાબા પસૌર પૈનલ લગાવવા ઈચ્છા લોકો ઓનલાઈન પર આવેદન કરી છે. પૈનલમાં સાથે જોડાયેલા વેંડર્સ પૈનલ લગાવશે. આ પ્રક્રિયાની જાણકારી સંબંધિત વિતરણ કંપનીઓના પોર્ટલથી લઈ શકાય છે.